CM વિજય રૂપાણીએ કરી મહત્વની જાહેરાત,આજી- 2 ડેમમાંથી 70 એમસીએફ ટી પાણી રાજકોટ જિલ્લાના 8 ગામોને અપાશે.

  • CM વિજય રૂપાણીએ કરી મહત્વની જાહેરાત,આજી- 2  ડેમમાંથી 70 એમસીએફ ટી પાણી રાજકોટ જિલ્લાના 8 ગામોને અપાશે.
    CM વિજય રૂપાણીએ કરી મહત્વની જાહેરાત,આજી- 2 ડેમમાંથી 70 એમસીએફ ટી પાણી રાજકોટ જિલ્લાના 8 ગામોને અપાશે.

ગાંધીનગર: વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે.  આજી- 2  ડેમમાંથી 70 એમસીએફ ટી પાણી રાજકોટ જિલ્લાના 8 ગામોને અપાશે. જેનો ઉપયોગ સિંચાઈ, ઘાસચારા, માટે થશે.  મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વનો નિર્ણય લેતા રાજકોટના 8 ગામને આજી-2 ડેમમાંથી 70 એમસીએફ ટી પાણી છોડવાનું નક્કી કર્યું છે. નીચાણવાલા વિસ્તારના અડબાલકા, અડબાલકા, ગઢડા, બાઘી, નારણકા, ખંઢેરી, ઉકરડા, દહીંસરડા, કોઠારીયા ના અંદાજે 2000 એકર વિસ્તારને લાભ થવાનો છે.