આતંકી સંગઠન હિઝબુલ્લાની ચેતવણી- અમેરિકાએ યુદ્ધની શરૂઆત કરી તો ઈરાન ઈઝરાયલ પર બોમ્બ ફેંકશે

  • આતંકી સંગઠન હિઝબુલ્લાની ચેતવણી- અમેરિકાએ યુદ્ધની શરૂઆત કરી તો ઈરાન ઈઝરાયલ પર બોમ્બ ફેંકશે
    આતંકી સંગઠન હિઝબુલ્લાની ચેતવણી- અમેરિકાએ યુદ્ધની શરૂઆત કરી તો ઈરાન ઈઝરાયલ પર બોમ્બ ફેંકશે

બેરુત: લેબનાનમાં આવેલા આતંકી સંગઠન હિઝબુલ્લાએ ચેતવણી આપી છે કે, જો અમેરિકાએ ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું તો ઈઝરાયલ તેમાંથી બાકાત નહીં રહે. સંગઠનના મુખિયા હસન નસરુલ્લાએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, ઈરાન યુદ્ધની સ્થિતિમાં સંપૂર્ણ તાકાત અને નિષ્ઠુરતાથી ઈઝરાયલ પર બોમ્બમારો કરશે. નસરુલ્લાનું આ નિવેદન અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા વિવાદ પછી આવ્યું છે. હકીકતમાં તાજેતરમાં જ ખુલાસો થયો છે કે, ઈરાને તેમના પરમાણુ કાર્યક્રમને નક્કી કરેલી સીમા કરતા આગળ વધારી દીધો છે. તે વિશે અમેરિકા તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલાં ઈરાની સેનાએ અમેરિકાનું એક ડ્રોન તોડી પાડ્યું હતું. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ત્યારપછી ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાનો આદેશ આપ્યો હતો અને તે પછી પરત લઈ લેવામાં આવ્યો હતો. નસરુલ્લાએ તેના ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, અમેરિકાને એવું લાગશે કે યુદ્ધના કારણે ઈઝરાયલ ખતમ થઈ જશે એટલે તેઓ આવું કોઈ પગલું લેતા પહેલાં વિચાર કરશે. આ અમારી જવાબદારી છે કે અમે અમેરિકાને ઈરાન પર હુમલો કરતા રોકીએ. હસને ચેતવણી આપતા કહ્યું છે કે, સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત ક્યારેય નહીં ઈચ્છે કે વિસ્તારમાં સંઘર્ષની સ્થિતિ ઉભી થાય.