ભુજ: ખારી નદીમાં રહસ્યમય રીતે કાર ખાબકી, ભેખડો વચ્ચે કેવી રીતે ગઈ કાર? લોકોમાં આશ્ચર્ય

  • ભુજ: ખારી નદીમાં રહસ્યમય રીતે કાર ખાબકી, ભેખડો વચ્ચે કેવી રીતે ગઈ કાર? લોકોમાં આશ્ચર્ય
    ભુજ: ખારી નદીમાં રહસ્યમય રીતે કાર ખાબકી, ભેખડો વચ્ચે કેવી રીતે ગઈ કાર? લોકોમાં આશ્ચર્ય

ભુજ: શહેરની ખારી નદીમાં આજે એક કાર ખાબકેલી જોવા મળતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું છે. જો કે આવા બનાવ બનતા હોય છે પરંતુ જે રીતે કાર ખાબકી તેણે લોકોમાં આશ્ચર્ય સર્જ્યુ છે. નદીની ભેખડો વચ્ચે આ કાર ખાબકી છે. આ બનાવ કઈ રીતે બન્યો તે જાણી શકાયુ નથી.  મળતી માહિતી મુજબ ભુજના કોડકી રોડ પર આવેલી ખારી નદીમાં ભેખડો વચ્ચે એક કાર ખાબકતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું. બનાવ અંગે પોલીસ મથક કે હોસ્પિટલમાં કોઈ નોંધ રાત્રી સૂધીમાં કરાઈ નહતી. 108 એમ્બ્યુલન્સને પણ કોઈ  કોલ મળ્યો નહતો. જેના પગલે બનાવમાં કોઈ ઘાયલ થયું પણ છે કે કેમ તે જાણવા મળ્યું નથી. પોલીસે પણ આ બનાવ અંગે કોઈ જાણ નહોવાની વાત કરી.