પોરબંદર મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું, સગીર વયના યુવક અને ત્રણ મહિલા સહિત 9ની ધરપકડ

  • પોરબંદર  મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું, સગીર વયના યુવક અને ત્રણ મહિલા સહિત 9ની ધરપકડ
    પોરબંદર મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું, સગીર વયના યુવક અને ત્રણ મહિલા સહિત 9ની ધરપકડ

પોરબંદરના છાંયા વિસ્તારમાં મહિલા સંચાલીત કુટણખાનું ધમધમી રહ્યું હતું, DYSPએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી 3 મહિલા સહિત 9 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં સગીર વયનો યુવક પણ ઝડપાયો છે. પોલીસે 1,01,030નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોરબંદરના છાંયા વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાતા ભારે ચકચાર જાગી છે.   પોરબંદરના છાંયા નવાપરા, ક્રિષ્ના પાર્ક પાસે પુરીબેન રાણા ઓડેદરા નામની મહિલાના રહેણાંક મકાનમાં બહારથી ગ્રાહકો બોલાવી દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની ચોક્કસ બાતમીના આધારે DYSP જે.સી. કોઠીયા, પ્રો ડી.વાય.એસ.પી. એ.પી. રાઠવા, કમલાબાગના ઈન્ચાર્જ પી.આઈ. વાય.પી. પટેલ, ઉદ્યોગનગરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ સહિતના સ્ટાફે ગઈકાલે એટલે કે ગુરૂવારે રાત્રીના દશેક વાગ્યાના અરસામાં વોચ રાખી હતી અને ગિરીશભાઈ રાજાભાઈ તેમજ ગીગાભાઈ બાલુભાઈ પોલીસને ડમી ગ્રાહક તરીકે 2000ની ચલણી નોટ સાથે પુરીબેનના રહેણાંક મકાને મોકલ્યા હતા અને આ નાણાં પુરીબેન વતી નિલેષ નેભા ગોસીયા તેમજ મુસ્કાન ઉર્ફે શગુફ્તા રવિ ડાભીએ સ્વીકાર્યા હતા. જેથી આ રહેણાંક મકાને કુટણખાનું ચાલતું હોવાથી તાત્કાલિક પોલીસ અધિકારીઓએ દરોડો પાડી દીધો હતો.