15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર, અમિત ચાવડા બન્યા જામીનદાર

 • 15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર, અમિત ચાવડા બન્યા જામીનદાર
  15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર, અમિત ચાવડા બન્યા જામીનદાર

અમદાવાદ :સમર્થકોના ટોળા વચ્ચે રાહુલ ગાંધી અમદાવાદની ઘી કાંટા મેટ્રો કોર્ટમાં પહોંચ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં સમર્થકોના ટોળા કોર્ટની બહાર તેમના સમર્થનમાં આવ્યા છે. અમદાવાદમાં પહોંચ્ઠેયા બાદ ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. તેમની કાર પર પુષ્પવર્ષા કરાઈ હતી. હાલ કોર્ટના છઠ્ઠા માળે સુનવણી શરૂ થઈ ગઈ છે. જેમાં તેમને સવાલ-જવાબ પૂછવામાં આવ્યા હતા. રૂપિયા 15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 

 

 • રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી. ત્યારે 15,000 રૂપિયા બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર થયા. અમિત ચાવડા જામીનદાર બન્યા.
 • રાહુલ ગાંધીના વકીલે કોર્ટમા નિવેદન આપ્યું કે, સમન્સ ઇસ્યુ કરાયું છે એટલે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા છે. જામીન લેવાની કોઈ જરૂર નથી. જ્યારે કાઉન્ટર રજુઆતમાં એડીસીના વકીલે કહ્યું કે, જામીન માટે રજુઆત કરવી પડે, ભલે પછી જે પણ નિર્ણય કોર્ટ લે.
 • કોર્ટે રાહુલ ગાંધીને બીજા સવાલમાં પૂછ્યું કે શું તમને ગુનો કબૂલ છે? રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા પર લગાવેલા તમામ આરોપોમાં હુ નિર્દોષ છું.
 • અહેમદ પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, હાર્દિક પટેલ જેવા તમામ કોંગ્રેસી દિગ્ગજ નેતા રાહુલ સાથે કોર્ટ રૂમમાં પહોંચ્યા. 
 • કોર્ટમાં સુનવણી શરૂ થી. કોર્ટે રાહુલ ગાંધીને પહેલો પ્રશ્ન પૂછ્યું કે શું તમે દોષિત છો? તો રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે, હું દોષિત નથી.
 • 15.10 કલાકે રાહુલ ગાંધી મેટ્રો કોર્ટ પહોંચી ગયા છે, પરંતુ ભીડને કારણે કોર્ટની કાર્યવાહી વહેલી શરૂ ન કરી શકાઈ. જજ પણ કોર્ટ રૂમમાં પહોંચ્યા 
 • કોર્ટનાં કાર્યકરોથી કોર્ટરૂમ ખીચોખીચ ભરાયો છે. મેટ્રો કોર્ટનાં છઠ્ઠાં માળે 13 નંબરની કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે ત્યારે સામાન્ય માણસથી માંડીને ત્યાંનાં તમામ વકીલો પણ રાહુલ ગાંધીની એક ઝલક જોવા માટે ભારે ભીડ અહીં પહોંચી છે. કોર્ટ રૂમ બહાર વકીલો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોર્ટ રૂમમાં અંદર જતા કાર્યકર્તાઓને અટકાવતા ઘર્ષણ થયુ હતું. 
 • 2017માં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ સ્વાતી રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું, તેથી તેમણે આ વખતે પણ આ જ હોટલમાં ભોજન લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી રાહુલ ગાંધીના કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો હતો. કોર્ટ જતા પહેલા તેમણે સ્વાતી રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું. આ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો.
 • સર્કિટ હાઉસમાં તેમણે ધારાસભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તો કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીની કાર પર પુષ્પો વરસાવીને તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ તેમને પાઘડી પહેરાવીને તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ખાનપુરમાં પણ કોંગ્રેસ ઓફિસ ખાતે કાર્યકર્તાઓને મળવાના છે. ખાનપુર ઓફિસ ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કાર્યકર્તાઓએ તેમના નામના સૂત્રોચ્ચાર કર્યા હતા, તો સાથે જ કેટલાક લોકો રાહુલ ગાંધીના માસ્ક સાથે પણ જોવા મળ્યા.