કોંગ્રેસમાં નેતૃત્વનું કોકડુ ઉકેલાશે, ટુંક સમયમાં થઇ શકે છે કાર્યવાહક અધ્યક્ષની જાહેરાત

  • કોંગ્રેસમાં નેતૃત્વનું કોકડુ ઉકેલાશે, ટુંક સમયમાં થઇ શકે છે કાર્યવાહક અધ્યક્ષની જાહેરાત
    કોંગ્રેસમાં નેતૃત્વનું કોકડુ ઉકેલાશે, ટુંક સમયમાં થઇ શકે છે કાર્યવાહક અધ્યક્ષની જાહેરાત

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ મુદ્દે હાલ હુંસાતુંસી ચાલી રહી છે, તે આગામી દિવસોમાં ખતમ થઇ શકે છે. કોંગ્રેસ કાર્યસમિતી (CWC) આવતા અઠવાડીયે કાર્યવાહક અધ્યક્ષની પસંદગી કરી શકે છે. પાર્ટીના એક વરિષ્ઠ સુત્રએ શુક્રવારે આઇએએએસને જણાવ્યું કે, સીડબલ્યુસીની બેઠક માટે આગામી દિવસોમાં એક તારીખ નક્કી કરવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજય બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદપરથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ હાલનાં દિવસોમાં પોતાનાં સૌથી ગંભીર નેતૃત્વ સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. 


નેતૃત્વ સંકટ વચ્ચે કોંગ્રેસનાં જુના તથા વરિષ્ઠ સભ્યોએ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે અસ્થાયી રીતે પદ સંભાળવા માટેની અપીલ કરી, જો કે તેમણે કથિત રીતે ખરાબ સ્વાસ્થયનો હવાલો ટાંકીને મનાઇ કરી દીધી હતી. આ ઉપરાંત હાલના અધ્યક્ષ રાહુલ ગાંધીનો પણ આગ્રહ છે કે નવા અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી ન હોવા ઉપરાંત તે દલિત હોય.