ઝારખંડના ગઢવામાં બસ ખાઈમાં ખાબકી; 6 યાત્રીઓના મોત, 39 ઘાયલ

  • ઝારખંડના ગઢવામાં બસ ખાઈમાં ખાબકી; 6 યાત્રીઓના મોત, 39 ઘાયલ
    ઝારખંડના ગઢવામાં બસ ખાઈમાં ખાબકી; 6 યાત્રીઓના મોત, 39 ઘાયલ

રાંચીઃ ઝારખંડના ગઢવા જિલ્લામાં એક બસ ખાઈમાં ખાબકતા 6 મુસાફરોના મોત થયા છે અને 39 ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે આ બસ છત્તીસગઢના અંબિકાપુરથી આવી રહી હતી. સોમવારે મોડી રાતે આ બસ ગઢવાથી 14 કિમી દુર અનરાજ નાવાડીહ ઘાટી પાસે અનિયંત્રિત થઈ ગઈ હતી. મૃતકોમાં બે મહિલાઓ. ત્રણ પુરુષો અને એક બાળક સામેલ છે. પોલીસે ક્રેનની મદદથી લોકોને બહાર કાઢ્યા હતા. એક મુસાફરે જણાવ્યું કે, ખાઈમાં ખાબક્યાં બાદ બસ એક ઝાડ પર અટકી ગઈ હતી. જેનાથી ઓછું નુકસાન થયું હતું. બસમાં અંદાજે 60 લોકો સવાર હતા. પોલીસ સૂત્રોના જાણાવ્યા પ્રમાણે, ડ્રાઈવરને ઝોકું આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. બસમાં મોટાભાગના યાત્રીઓ પલામૂ (ઝારખંડ), ઔરંગાબાદ(બિહાર) અને અંબિકાપુર(છત્તીસગઢ)ના રહેવાસી હતા.