ચંદ્રબાબુ નાયડૂનો આલીશાન બંગલો તૂટશે, CM જગન મોહન રેડ્ડીનો આદેશ

  • ચંદ્રબાબુ નાયડૂનો આલીશાન બંગલો તૂટશે, CM જગન મોહન રેડ્ડીનો આદેશ
    ચંદ્રબાબુ નાયડૂનો આલીશાન બંગલો તૂટશે, CM જગન મોહન રેડ્ડીનો આદેશ

દરાબાદઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ 'પ્રજા વેદિકા' બિલ્ડીંગને તોડવાનો આદેશ કર્યો છે. મંગળવારથી બિલ્ડીંગ તોડવાનું કામ શરૂ કરી દેવાશે. હાલ પ્રજા વેદિકામાં જ ચંદ્રબાબુ નાયડુ રહે છે. ગત દિવસોમાં ચંદ્રબાબુ નાયડૂએ જગનમોહન રેડ્ડીને ચિઠ્ઠી લખીને પ્રજા વેદિકાને વિપક્ષના નેતાનું સરકારી આવાસ જાહેર કરવાની માગ કરી હતી.  વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકારે શનિવારે એન.ચંદ્રબાબુ નાયડૂના અમરાવતી સ્થિત આવાસ પ્રજા વેદિકાને કબ્જામાં લીધો હતો. તેલુગુ દેશમ પાર્ટીએ તેને બદલાની ભાવનાથી કરાયેલી કાર્યવાહી કહી હતી. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે સરકારે પૂર્વ મુખ્યમંત્રી પ્રત્યે સદભાવના દાખવી ન હતી, તેમના સામાનને અમરાવતીના ઉંદાવલ્લીના ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો.