સુરેન્દ્રનગર: ટીવીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા માતા-પુત્રી થયા ભડથું

  • સુરેન્દ્રનગર: ટીવીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા માતા-પુત્રી થયા ભડથું
    સુરેન્દ્રનગર: ટીવીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા માતા-પુત્રી થયા ભડથું

સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરમાં આગ લાગી હતી.જે આગમાં માતા અને પુત્રીનું મોત થયું હતું. સુરેન્દ્રનગરમાં બામણબોરના આનંદપુરમાં ટીવીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતા વિસ્તારના મામલતદાર સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 

સુરેન્દ્રનગરના બામણબોરના આનંદપુરમાં ઘરમાં માતા અને પુત્રી ટેલિવીઝનમાં જોઇ રહ્યા હતા. કોઇ કારણો સર અચાનક ટીવીમાં ઘડાકાભેર બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ ઘરમાં આગ લાગી ગઇ હતી. ટીવીમાં લાગેલો બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે, ઘરના નળીયા પણ ઉડાવી દીધા હતા. આ બ્લાસ્ટમાં માત અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત થયું હતું