નવરંગપુરાની ઘટના બાદ પોલીસનું PG ચેકિંગ, સંચાલકોને આપી જરૂરી સૂચના

  • નવરંગપુરાની ઘટના બાદ પોલીસનું PG ચેકિંગ, સંચાલકોને આપી જરૂરી સૂચના
    નવરંગપુરાની ઘટના બાદ પોલીસનું PG ચેકિંગ, સંચાલકોને આપી જરૂરી સૂચના

 અમદાવાદ: તાજેતરમાં નવરંગપુરા વિસ્તારમાં PGમાં રહેતી યુવતી સાથે બનેલી ઘટના બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. અને હવે પોલીસ PG ચલાવતા સંચાલકોનાં વેરીફિકેશનથી લઇને યુવક-યુવતીઓની વિગતો મગાવી રહ્યાં છે. એટલું જ નહીં પોલીસ પોતાના વિસ્તારમાં PG ચલાવતા સંચાલકોને જરૂરી સૂચનાઓ આપવા માટે બેઠક પણ બોલાવી રહી છે.

 

નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પણ મહિલાઓની સુરક્ષા અંગે હજી પણ પોલીસ તંત્ર પર માછલા ધોવાઇ રહ્યાં છે. ત્યારે પોલીસ હવે સફાળી જાગી સંચાલકો પર તવાઇ બોલાવી રહી છે. કેટલાક નિર્દેશો જારી કરી તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા PG સંચાલકોએ હવે પોલીસને યુવક-યુવતી અંગેની વિગતો અને PGમાં રાખવા અંગેનું રજીસ્ટ્રેશન રાખવું જરૂરી છે.