PM મોદીની ડિનર ડિપ્લોમસી, અનેક પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા

  • PM મોદીની ડિનર ડિપ્લોમસી, અનેક પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા
    PM મોદીની ડિનર ડિપ્લોમસી, અનેક પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ ગુરૂવારે લોકસભા અને રાજ્યસભાના સભ્યોને રાષ્ટ્રીય રાજધાની ખાતે એક ફાઇવ સ્ટાર હોટલમાં રાત્રીભોજનનું આયોજન કર્યું. રાત્રિભોજનના માટે બંન્ને સદનનાં લગભગ 750 સભ્યોને સંસદીય કાર્યમંત્રી દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. હોટલ અશોકમાં આયોજીત રાત્રીભોજનમાં રાજ્યસભાનાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત રાજગ અને સંપ્રગ ઘટક દળનાં નેતાઓ જોડાયા હતા. જેમાં દ્રમુકની કનિમોઇ, આપનાં રાજ્યસભા સભ્ય સંજય સિંહ, ભાજપમાં જોડાયેલા તેદેપાનાં ત્રણ સાંસદ વાઇ.એસ ચૌધી, સીએમ રમેશ અને ટી.જી વેંકટેશ પણ જોડાયા હતા.