મોદી સરકારનો મહત્વનો નિર્ણય: ભારતમાં બનશે 6 સબમરીન, નૌસેનાની શક્તિ વધશે

  • મોદી સરકારનો મહત્વનો નિર્ણય: ભારતમાં બનશે 6 સબમરીન, નૌસેનાની શક્તિ વધશે
    મોદી સરકારનો મહત્વનો નિર્ણય: ભારતમાં બનશે 6 સબમરીન, નૌસેનાની શક્તિ વધશે

નવી દિલ્હી : લાંબા સમય બાદ ભારતીય નૌસેનાનાં નબળા પડી રહેલા સબમરીન બેડા માટે સારા સમાચાર આવ્યા છે. નવી સરકારે ગુરૂવારે 6 જુલાઇએ સબમરીનને ભારતનાં નિર્માણ માટે પ્રોજેક્ટને આગળ વધારતા પ્રોજેક્ટ માટે ભારતીય નિર્માતા નક્કી કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. આ પ્રોજેક્ટમાં કોઇ વિદેશી કંપની કોઇ ભારતીય શિપયાર્ડ સાથે મળીને 6 ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન બનાવશે, જેનો ખર્ચ 45 હજાર કરોડ રૂપિયા હશે. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ આ બીજો સૌથી મોટો સંરક્ષણ સોદો હશે. 


PROJECT 75(I) હેઠળ બનવા જઇ રહેલી 6 સબમરીન ડિઝલ- ઇલેક્ટ્રિક એટલે કે પરંપરાગત હશે પરંતુ તેમાં AIR INDEPENDENT PROPULSION (AIP) સહિત અનેક આધુનિક ઉપકરણો અને ટેકનીક હશે. એઆઇપી પાસેથી કોઇ ડિઝલ ઇલેક્ટ્રિક સબમરીન લાંબા સમય સુધી પાણીની નીચે રહી શકે છે. જેના કારણે તેનો સુરાગ મેળવવાની શક્યતાઓ ઘટી જાય છે.