સરકાર આ વર્ષે નહિ ઉજવે શાળા પ્રવેશોત્સવ, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

  • સરકાર આ વર્ષે નહિ ઉજવે શાળા પ્રવેશોત્સવ, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
    સરકાર આ વર્ષે નહિ ઉજવે શાળા પ્રવેશોત્સવ, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

ગાંધીનગર: ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં સરકારે આ વર્ષે ગુજરાતમાં શાળા પ્રેવશોત્સવ નહિ ઉજવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ત્યારે મહત્વનું છે, કે આ વર્ષે શાળાઓ ખુલતાની સાથે જ વાયુ વાવાઝોડાનું સંકટ ગુજરાત પર હોવાથી તે સમયે પણ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ મૌકુફ રાખવાનો નિર્ણય કર્યો હતો.  ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓને શાળા પ્રવેત્સોત્સની સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયથી દર વર્ષે શાળાઓ ખુલવાની સાથે જ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી અત્યાર સુધીમા પ્રથમવાર શાળા પ્રવેશોત્સવ રદ રાખવાની ઘટના બની છે.