સ્પીકરની ચૂંટણીમાં બિરલાને ટેકો આપશે UPA, 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અંગે નિર્ણય નહીં

  • સ્પીકરની ચૂંટણીમાં બિરલાને ટેકો આપશે UPA, 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અંગે નિર્ણય નહીં
    સ્પીકરની ચૂંટણીમાં બિરલાને ટેકો આપશે UPA, 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અંગે નિર્ણય નહીં

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન(યુપીએ)ના સાથી પક્ષોની મંગળવારે યોજાયેલી બેઠકમાં લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર ઓમ. બિરલાને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સાથી પક્ષોના લોકસભાના નેતાઓએ ભાગ લીધો હતો. 

જોકે, વડાપ્રધાન મોદી તરફથી 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અંગે બોલાવાયેલી બેઠકના સંદર્ભમાં હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. સૂત્રો અનુસાર યુપીએના પ્રમુખ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સ્પીકરના મુદ્દે સત્તા પક્ષનો વિરોધ ન કરવાનો નિર્ણય લેવાયો હતો.