અમદાવાદમાં વરસાદના ઝાપટાં, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

  •  અમદાવાદમાં વરસાદના ઝાપટાં, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
    અમદાવાદમાં વરસાદના ઝાપટાં, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદ: રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. એસ.જી હાઈવે, ગોતા, સરખેજ, રિવરફ્રન્ટ, બાપુનગર, સરસપુર, કુબેરનગર, કાલુપુર, વટવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હજૂ સાંજ સુધીમાં સામાન્યથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.