વડોદરા : 7 મજૂરોના પરિવારને રાજ્ય સરકારે 4 લાખની સહાય જાહેર કરી, દાખલ થઈ એટ્રોસિટીની ફરિયાદ

  • વડોદરા : 7 મજૂરોના પરિવારને રાજ્ય સરકારે 4 લાખની સહાય જાહેર કરી, દાખલ થઈ એટ્રોસિટીની ફરિયાદ
    વડોદરા : 7 મજૂરોના પરિવારને રાજ્ય સરકારે 4 લાખની સહાય જાહેર કરી, દાખલ થઈ એટ્રોસિટીની ફરિયાદ

વડોદરા જિલ્લાના ડભોઈના ફરતીકુઈ નજીક આવેલી દર્શન હોટેલમાં 7 મજૂરોના ગટરના ગેસને કારણે મોત થયા છે. ત્યારે આ મામલે મૃતકના પુત્રએ હોટેલ માલિક હસન અબ્બાઝ ઇસ્માઇલ સામે ફરિયાદ નોંધાવી છે. ડભોઈ પોલીસે ફરિયાદમાં એટ્રોસિટીની કલમ દાખલ કરી છે. મહત્વની વાત એ છે કે, ડભોઇની બનેલી આ ઘટનામાં મૃતકોના પરિવારને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાની સહાયની જાહેર કરી છે. તેમજ આ ઘટનાને ઘણી ગંભીર લઈને રાજ્ય સરકારે સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપ્યા છે.