Breaking : ‘વાયુ’ની અસર ઉત્તર ગુજરાતમાં પણ થશે, કચ્છ સુધી પહોંચતા ડિપ્રેશનમાં ફેરવાશે

  • Breaking : ‘વાયુ’ની અસર ઉત્તર ગુજરાતમાં પણ થશે, કચ્છ સુધી પહોંચતા ડિપ્રેશનમાં ફેરવાશે
    Breaking : ‘વાયુ’ની અસર ઉત્તર ગુજરાતમાં પણ થશે, કચ્છ સુધી પહોંચતા ડિપ્રેશનમાં ફેરવાશે

અમદાવાદ :વાયુ વાવાઝોડાનો ખતરો હજી પણ ગુજરાતના માથે મંડરાઈ રહ્યો છે. વાવાઝોડુ પહેલા ગુજરાત તરફ, બાદમાં ઓમાન, અને હવે ફરીથી ગુજરાત તરફ આવી રહ્યું છે. વાયુની દિશા ફરીથી ગુજરાત તરફ બદલાતા હવે આગામી 48 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો થવાની શક્યતા છે તેવું અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.જયંત સરકારે જણાવ્યું. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. જયંત સરકારે માહિતી આપતા કહ્યું કે, વાયુ હજી પણ ગંભીર છે. તે પોરબંદરથી 260 કિલોમીટર અને દીવથી 360 કિલોમીટર દૂર છે. જોકે, તેની સિસ્ટમ નબળી પડી રહી છે. જ્યારે તે કચ્છ સુધી પહોંચશે ત્યારે તે ડિપ્રેશનમાં ફેરવાશે. પરંતુ કચ્છમા સારો વરસાદ આપશે. સૌરાષ્ટ્ર જ નહિ, વાયુને કારણે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે.