સેલ્ફી ભારે પડી: નવસાડીના ખાપરીયા વિસ્તારમાં બે મિત્રો કેનાલમાં ડૂબ્યા

  • સેલ્ફી ભારે પડી: નવસાડીના ખાપરીયા વિસ્તારમાં બે મિત્રો કેનાલમાં ડૂબ્યા
    સેલ્ફી ભારે પડી: નવસાડીના ખાપરીયા વિસ્તારમાં બે મિત્રો કેનાલમાં ડૂબ્યા

છોટાઉદેપુર: સેલ્ફી લેવા જતા બે યુવાનો નર્મદા નદીની મુખ્ય કેનાલમાં ડૂબ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. નસવાડીના ખાપરિયા પાસે સેલ્ફી લેવા માટે ગયેલા બે યુવાનો નર્મદા કેનાલમાં પડ્યા હતા. કેનાલના ઢાળ ઉપર ઉભા રહીને સેલ્ફી લેતા વખતે બેલેન્સ ન રહેતા કેનાલમાં પડ્યા હતા. 

છોટાઉદેપુર વિસ્તારના નસવાડીના ખાપરિયા વિસ્તારમાં રહેતા અદનાન અલ્તાફ મેમણ અને અમન ઇસ્માઇલ મેમણ નામના બે યુવકો નર્મદાની કેનાલમાં સેલ્ફી લેવા જતા બેલેન્સ બગડ્યું હતું અને એક યુવાન નર્મદા કેનાલમાં ડૂબ્યો હતો. એક મિત્રને બચાવા જતા બીજો મિત્ર પણ કેનાલમાં પડ્યો હતો.