આપદાની સ્થિતિમાં પોરબંદર મામલતદાર પ્રવાસ ટૂંકાવીને ફરજ સ્થળે પહોંચ્યા

  • આપદાની સ્થિતિમાં પોરબંદર મામલતદાર પ્રવાસ ટૂંકાવીને ફરજ સ્થળે પહોંચ્યા
    આપદાની સ્થિતિમાં પોરબંદર મામલતદાર પ્રવાસ ટૂંકાવીને ફરજ સ્થળે પહોંચ્યા

 રજા મૂકીને હરિદ્વાર જતા મામલતદાર જયપુર રેલવે સ્ટેશને ઉતરી ગયા અને પોરબંદર પહોંચી બચાવ-રાહત કામગીરીમાં જોડાયા
રાજકોટ : ફરજનિષ્ઠા કોને કહેવાય તેનું ઉત્કૃષ્ટ પ્રમાણ પોરબંદરના મામલતદાર વિવેક ટાંકે આપ્યુ છે. ‘વાયુ’ વાવાઝોડા પહેલા અગાઉથી જ રજા મુકીને મામલતદાર હરિદ્વાર જવા નિકળ્યા હતા પરંતુ રાજસ્થાનના જયપુર પહોંચ્યા ત્યારે તેઓને વિકટ સ્થિતિની જાણ થતાં તેઓ રેલવે સ્ટેશનપર ઉતરી ગયા અને ફરજસ્થળની વાટ પકડી લીધી હતી. તાબડતોડ પોરબંદર પહોંચી રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા હતા. અગાઉથી મંજૂર રજા લઇ હરિદ્રાર જઇ રહેલા પોરબંદરના મામલતદાર વિવેક ટાંક વાયુ વાવાઝોડાનાં પગલે જયપુરના રેલવે સ્ટેશન પર ઉતરી ગયા હતા અને પોરબંદર ઝડપથી પહોંચવા માટે અમદાવાદ એરપોર્ટ પર મોડી રાત્રે પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટની લોનમાં થોડા કલાક આરામ કરી તેઓ વિમાન માર્ગે પોરબંદર પહોંચી ગયા હતા અને સવારથી જ તેમના વિસ્તારનાં લોકોને રાહત શિબિરોમાં પહોંચાડવાની કામગીરી શરુ કરી હતી. મામલતદાર વિવેક ટાંક અને તેમની ટીમ દ્વારા માલધારીઓ તથા તેમના બે થી ત્રણ હજાર જેટલા ઘેટા-બકરા અને 50 જેટલા ઉંટને સુરક્ષિત જગ્યાએ શરણ આપવામાં આવ્યું હતું.
મામલતદાર અને તેમની ટીમ જ્યારે માલધારીઓને સુરક્ષિત જગ્યાએ લઇ જવાની સૂચના આપતા હતા.
અને ત્યાં તેમને જમવાનું પણ મળશે તેમ જણાવ્યું ત્યારે એક માલધારી મહિલાએ કહ્યું કે ભગવાન હવે જીવાડી દે તો બસ.