ઇમરજન્સી સેન્ટરમાં 12 ના. મામલતદારની બદલી

  • ઇમરજન્સી સેન્ટરમાં 12 ના. મામલતદારની બદલી
    ઇમરજન્સી સેન્ટરમાં 12 ના. મામલતદારની બદલી

ચોમાસા-વાવાઝોડાના કારણે નવું ઉભુ કરાયેલ હંગામી મહેકમમાં તત્કાલ બદલી કરતા ક્લેક્ટર
 ચૂંટણીનું મહેકમ પુરૂ થતા નાયબ મામલતદારની મુળ જગ્યાએ બદલી : 19 નાયબ મામલતદારની અન્યત્ર બદલી
રાજકોટ, તા. 14
વાયુ વાવાઝોડા અને ચોમાસામાં સંભવીત પુર, આફતની પરિસ્થિતિ માટે રાજય સરકાર દ્વારા જિલ્લા તાલુકા કક્ષાએ હંગામી ઈમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવાના આદેશ આપવામાં આવતા રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ એક ડઝન નાયબ મામલતદારની બદલીના હુકમ કર્યા છે આ સાથે લોકસભા ચુંટણીનું મહેકમ પુરૂ થતા ના.મામલતદારને મુળ જગ્યાએ તથા 19 ની અન્યત્ર જગ્યાએ બદલી કરવામાં આવી છે.
હંગામી ઉભુ કરવામાં આવેલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વી.વી. વસાણીની તાલુકા મામલતદાર કચેરીમાં, સી.જી.પારખીયાની કોટડાસાંગાણીમાં, ડી.વી. મોરડીયાની લોધીકામાં, એચ.પી.કોરાટની ગોંડલમાં પી.એચ.આચાર્યની જેતપુર બી.પી. બોરખતરીયાની
ઉપલેટા આર.ડી.જાડેજાની વિંછીયા જી.ડી.નંદાણીયાની ધોરાજી, એસ.કે. ઉઘાડની જસદણ, એ.એમ.ટીલાળાની જામકંડોરણા, એ.એમ.ગામેતીની રાજકોટ ડિઝાસ્ટર શાખામાં બદલી કરવામાં આવી છે.
ચૂંટણીનું મહેકમ પુરૂ થતા આર.જી. સુણાગરીયાની જામકંડોરણા વી.એલ. ધાનાણીની જસદણ શિરસ્તેદાર, એમ.ડી.મહેતાની ઈ-ધરા, રાજકોટ તાલુકા, જી.એચ.ચૌહાણની ચુંટણી શાખા, એસ.જી.એચ.લશ્કરીની રાજકોટ ગ્રામ્ય પ્રાંતમાં, શ્રીમતી એમ.યુ.ઓઝાની ના.કલેકટર જમીન સંપાદન પુન: વસવાટ, જે.એમ.દેકાવડીયાની રાજકોટ તાલુકામાં સર્કલ ઓફિસર તરીકે એલ.બી.ઝાલાની રાજકોટ પશ્ર્ચિમ મામલતદાર, શ્રીમતી બી.બી.શીલુની પુરવઠા નિરીક્ષક તરીકે બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટ પ્રાંત-1 કચેરીના આર.એસ.લાવડીયાની એક્ષપેડીચર મોનીટરીંગ સેલમાં, કે.એમ.ઝાલાની દક્ષિણ મામલતદાર કચેરીમાં શ્રીમતી એમ.કે. જોશીની પુરવઠા નિરીક્ષક શ્રીમતી વર્ષાબેન વેગડાની શિરસ્તેદાર પ્રાંત કચેરી-1 માં બદલી કરવામાં આવી છે.
જયારે એ.એસ.દોશીની આર.ઓ.શાખાલ, એચ.ડી.રૈયાણી શિસ્તેદાર પ્રાંત કચેરી-2, એમ.ડી.રાઠોડ, શિરસ્તેદાર પ્રાંત કચેરી ગ્રામ્ય (રાજકોટ), વી.વી. રાજયગુરૂ શિરસ્તેદાર ગોંડલ, એસ.એ.ખીમાણી શિરસ્તેદાર ધોરાજી, આર.કે.વાછાણી રાજકોટ પૂર્વ, બી.જે.પડયા પશ્ર્ચિમ મામલતદાર કચેરી એમ.કે.રામાણી દક્ષિણ મામલતદાર મહેસુલ અપીલ શાખામાં, કે.જી. સખીયાની હકકપત્રક શાખામાં એટલે કે મુળ જગ્યાએ બદલી કરવામાં આવી છે.