બસ સેવા શરૂ, ટ્રેન સેવા હજુ ખોરંભાઇ, કાલથી રૂટિન થશે

  •  બસ સેવા શરૂ, ટ્રેન સેવા હજુ ખોરંભાઇ, કાલથી રૂટિન થશે
    બસ સેવા શરૂ, ટ્રેન સેવા હજુ ખોરંભાઇ, કાલથી રૂટિન થશે
  •  બસ સેવા શરૂ, ટ્રેન સેવા હજુ ખોરંભાઇ, કાલથી રૂટિન થશે
    બસ સેવા શરૂ, ટ્રેન સેવા હજુ ખોરંભાઇ, કાલથી રૂટિન થશે

રેલ્વે દ્વારા 37 ટ્રેન રદ કરવામાં આવી, 9 ટ્રેનોના રૂટ ટુંકાવામાં આવ્યા રાજકોટ તા. 14
ગુજરાતમાં વાયુ વાવાઝોડાને કારણે કુલ 70 ટ્રેનો રદ કરવામાં આવી હતી ત્યારે ગઇકાલે વાવાઝોડાને ખતરો રહી જતાં ફરીથી દરિયાપટી સિવાઇની ટ્રેનો આજથી ચાલુ કરી દેવામાં આવી છે.
જેમાં ઓખા, વેરાવળ, સોમનાથ તરફ અવાતી ટ્રેન આજના દિવસે પણ રદ કરવામાં આવી હતી દરિયાઇ વિસ્તારમાં હજુ પવનની સ્પીડ અને વરસાદ ચાલુ હોવાના કારણે આજે ટ્રેનો રદ કરવામાં આવી છે.
પશ્ર્ચિમ રેલ્વે દ્વારા 37 ટ્રેનો રદ કરવામાં આવી છે જયારે 9 ટ્રેનોના રૂટ ટૂંકાવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રથી ઉપડતી 4 ટ્રેન રૂટ પણ ટુંકાવામાં આવ્યા છે.
જયારે સૌરાષ્ટ્ર તરફ આવતી 6 ટ્રેનના રૂટ પણ ટુંકાવામાં આવ્યા છે. રેલ્વેના સુત્રોએ આપેલી માહિતી મુજબ શનિવાર બપોર બાદ ટ્રેનો રાબેતા મુજબ રૂટિન થઇ જશે. સાવચેતીના પગલા રૂપે સૌરાષ્ટ્રમાં ટ્રેન અને બસ સેવા બંધ કરવામાં આવી હતી જયારે સૌરાષ્ટ્રભરમાં આજની એસ.ટી. બસ સેવાનો પ્રારંભ કરી દેવામાં 
આવ્યો છે. વાવાઝોડુ ત્રાટકવાની દહેશતના પગલે બસ, ટ્રેન અને ફલાઇટ બંધ કરવામાં આવી હતી ત્યારે હવે ખતરો ટળી જતાં બસ સેવા અને ફલાઇટનું ઉડાન આજછથી ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે.