રેઈન વોટર હારવેસ્ટીંગ સિસ્ટમ લગાવી નવસારીના સાંસદનો અનોખો અભિગમ, વધશે જળસ્તર

  • રેઈન વોટર હારવેસ્ટીંગ સિસ્ટમ લગાવી નવસારીના સાંસદનો અનોખો અભિગમ, વધશે જળસ્તર
    રેઈન વોટર હારવેસ્ટીંગ સિસ્ટમ લગાવી નવસારીના સાંસદનો અનોખો અભિગમ, વધશે જળસ્તર

નવસારી: રાજ્યમાં પીવાલાયક પાણીની અછત એ ચિંતાનો વિષય છે ત્યારે પૃથ્વીના પેટાળમાં ઘટતાં પાણીના સ્તર કેવી રીતે ઉપર લાવી શકાય તે માટે નવસારી ના સાંસદે હાથ ધરેલો પ્રોજેકટ કાબિલેદાદ કહી શકાય છે. નવસારીના સાંસદ દ્વારા તેમના લોકસભા વિસ્તારના લોકોને રેઈન વોટર હારવેસ્ટીંગ સિસ્ટમ માટેની સમજણ આપી પોતાના ખર્ચે ઘરે ઘરે આ પ્રોજેકટ તૈયાર કરાવવાની હોદ્દેદારો અને કાર્યકરોને હાંકલ કરી છે.

ગરમીની સીઝન પાણીની બુમરાણ સાથેજ પસાર થતી હોય છે. ત્યારે લોકોના ઘર પાસે કરેલ બોર અને કુવાના પાણીના સ્તર ભુગર્ભમાં ઉતરી જતા નાના મોટા ઘરની મહિલાઓ તેમજ લોકો પાણી માટે વલખા મારતા હોય છે. તો પાણીની ઘટથી પરેશાન લોકોને આગળ જતા તકલીફ ન ભોગવવી પડે તે માટે નવસારીના સાંસદ સી.આર.પાટીલે રેઈન વોટર હારવેસ્ટીંગનો એક પ્રોજેકટ હાથ ધર્યો છે. 

આ પ્રોજેકટનો 2 થી 3 હજાર જેટલો ખર્ચ થાય છે. જે ખર્ચ પણ સાંસદ પોતે ચુકવનાર છે. આ પ્રોજેકટમાં એક પ્લાસ્ટીકનુ પીપ હોય છે. જેમાં કાણાં પાડી તેને સાડા ચારથી પાંચ ફુટ જેટલો ખાડો ખોડી તેમાં દાટવામાં આવે છે. અને ઘરની ટેરેસ પરની લાઈન નુ જોડાણ આ પીપમાં આપવામાં આવે છે. જેનાથી ચોમાસમાં વરસાદનુ પાણી આ પીપમાં થઈ જમીનમાં ઉતરે છે.જેનાથી પાણીના સ્તર ઉચા આવે છે. લોકોના બોર અને કુવા રીચાર્જ થઈ પાણીનું સ્તર ઉપર આવતા પાણી માટે વલખા મારવા પડશે નહી. હાલતો આ પ્રોજેકટની શરૂઆત ચીખલીના સમરોલી ખાતેથી કરવામાં આવી છે.