‘વાયુ’ વેગે સૌરાષ્ટ્રમાં 1 થી 9ઇંચ વરસાદ

  • ‘વાયુ’ વેગે સૌરાષ્ટ્રમાં 1 થી 9ઇંચ વરસાદ
    ‘વાયુ’ વેગે સૌરાષ્ટ્રમાં 1 થી 9ઇંચ વરસાદ

રાજકોટ તા. 14
સૌરાષ્ટ્ર પર સર્જાયેલ ‘વાયુ’ વાવાઝોડું સંકટ હટી જતાં હાંસકારો થયો છે. પરંતુ હજુ 24 કલાક સુધી વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર પર અતિભારે વરસાદ થવાની તથા તેજ પવન ફૂંકાવાની શકયતા રહેલી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં એકથી સાડા છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દરમિયાન તાલાલામાં એક જ રાતમાં 6 ઇંચ પાણી પડી જતાં સમગ્ર નગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સવારથી ઘટાટોપ વાદળો વચ્ચે અત્સલ અષાઢી માહોલ છવાયો છે. હજુ હવામાન ખાતાએ આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યકત કરતા તંત્ર સાળદુ થયુ છે
ગીર સોમનાથનાં તાલાલામાં ગઇકાલે દિવસભર ઝરમર ઝરમર વરસાદ વરસ્યા બાદ રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને સવાર સુધીમાં 145 મીમી પાણી પડી જતાં રસ્તાઓ પર નદીઓ વ્હેવા લાગી હતી. સવારથી ફરી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હોવાનું જાણવા મળે છે. સાથે જ સુત્રાપાડામાં પણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. કોડિનારમાં બે ઇંચ, વેરાવળમાં અઢી ઇંચ, જાફરાબાદમાં બે ઇંચ, ઉપલેટામાં બે ઇંચ, ભાવનગરમાં દોઢ ઇંચ, ગીર ગઢડામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં અન્યત્ર ઝરમર-ઝરમર વરસાદ પડયો છે.
બીજી તરફ વાવાઝોડુ ઓમાન તરફ વળી ગયુ છે. આમ છતા તેનો 900 કિલોમીટરનો વ્યાપ છે તે જોતા તે સૌરાષ્ટ્રના દરિયા કિનારાને અડીને પસાર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. આ દરમિયાન પ્રતિ કલાક 140 થી 170 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તેના કારણે ભારે વરસાદની પણ આગાહી છે.
વાવાઝોડાની જ્યાં અસર રહેવાની છે તે ગીર, સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં દસ ઈંચથી વધારે વરસાદ પડવાની પણ આગાહી થઈ છે. વાવાઝોડાની અસર 15 જૂન સુધી રહેશે તેવુ હવામાન વિભાગનુ કહેવુ છે. આ દરમિયાન તેજ પવનો ફૂંકાશે. રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેવાની સાથે સાથે છૂટા છવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ભાવનગર જીલ્લામાં સર્વત્ર વરસાદ પડયો છે. આજે વહેલી સવારે 4/30 થી શહેરમાં વરસાદ શરૂ થયો હતો. સમગ્ર જીલ્લામાં વરસાદી માહોલ બંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
ગોહિલવાડ પથંકમાં ‘વાયુ’ વાવાઝોડાની અસરને પગલે મેઘરાજાની મહેર થઇ છે. કાળઝાડ ગરમીથી તોબા પોકારી ગયેલા લોકોમાં બે ઇંચથી વધુ વરસાદ પડતાં અને ગરમી ગાયબ થતાં રાહત અનુભવાઇ છે. અને વહેલી સવારે 4/30 વાગ્યે પવન સાથે શહેરમાં વરસાદ તૂટી પડયો હતો. ભાવનગર શહેરમાં છેલ્લા 24 કલાકનો 33 મીમી અને સવારે 6 થી 8 દરમ્યાન વધુ 20 મીમી વરસાદ પડતા 26 કલાકમાં 53 મીમી વરસાદ નોંધાયો છે.
ભાવાનગર જીલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા વરસાદ મુજબ ઉમરાળામાં 39 મીમી, ગારીપાધાર 27મીમી, ઘોઘા 13મીમી, તળાજા 51મીમી, પાલીતાણા 34 મીમી, ભાવનગરમાં 33 મીમી, મહુવામાં 30