આવાસ યોજનાના લાભાર્થીઓને મળશે વ્યાજ ઉપર સહાય

  • આવાસ યોજનાના લાભાર્થીઓને મળશે વ્યાજ ઉપર સહાય
    આવાસ યોજનાના લાભાર્થીઓને મળશે વ્યાજ ઉપર સહાય

બેન્કર્સ અને ડેવલપર્સ 
સાથે મ્યુનિ. કમિશનરની 
યોજાઇ મહત્ત્વપૂર્ણ બેઠક લાભાર્થીની પાત્રતા
1. કુટુંબમાં પતિ-પત્ની અને અપરિણીત બાળકોનો સમાવેશ થાય છે.
2. અરજદાર કે કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પોતાની માલિકીનું પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ.
3. અરજદાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના અન્ય કોઈપણ ધટકનો લાભ લીધેલ ન હોવો જોઈએ તેમજ ભારત સરકારની અન્ય કોઈ આવાસ યોજના નો પણ લાભ લીધેલ ન હોવો જોઈએ.
4. એમએલજી કક્ષાના લાભાર્થીઓના પુખ્ત વયના અપરણિત બાળકો અને સ્વતંત્ર આવક ધરાવતા હોય તે બાળકો પણ મકાન ખરીદી માટે લીધેલ લોન ઉપર વ્યાજ સહાય મેળવવાપાત્ર થઈ શકે છે. આ યોજનાના નિયમો 
આર્થિક રીતે નબળા વર્ગને ઇડબલ્યુએસમાં 3 લાખની આવક ધરાવતા પરીવારને 6.5 ટકાના વ્યાજદરે બેંક લોન મળશે. તેવી જ રીતે 3 લાખથી 6 લાખ સુધીની આવકના એલઆઇજી કેટેગરીના પરીવારોને 6.5 ટકાની લોન પ્રાપ્ત થશે. જેની સમયમર્યાદા 20 વર્ષની મહત્તમ રાખવામાં આવી છે. એમઆઇજી-1 માં આવતા પરીવારો કે જેમની આવક 6 લાખથી વધુ અને 12 લાખ સુધીની હોય તેમને 4 ટકાના વ્યાજ સહાય તથા એમઆઇજી-2 માં 12 લાખથી 18 લાખ સુધીની આવક ધરાવતા પરીવારોને 3 ટકા વ્યાજ સહાય અને એમઆઇજી-3 માં આવતા પરીવારોને કે જેમની આવક 18 થી 22.50 લાખ સુધીની હોય તેમને 2.5 ટકા વ્યાજ સહાય ચુકવવામાં આવશે. ઉપરોક્ત વ્યાજ સહાયની રકમ સૂચક છે અને લોનની રકમ તથા સમયગાળા મુજબ ગણતરી બદલાઈ શકે છે. રાજકોટ તા.14
સને-2022 સુધીમાં તમામ ઘરવિહોણા લોકોને ઘર (હાઉસિંગ ફોર ઓલ) મળી રહે તેવા કેન્દ્ર સરકારના ઉમદા મિશન હેઠળ વિવિધ હાઉસિંગ સ્કીમ્સ અમલમાં છે. જે પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઋણ આધારિત વ્યાજ સહાય યોજના (ક્રેડિટ લિંકડ સબસિડી-સીએલએસએસ) માં લાભાર્થીઓને મહત્તમ લાભ મળી શકે તે માટે આજે તા.14-6-2019 નાં રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બેન્કર્સ અને ડેવલપર્સ સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાનગી અને સરકારી બેંકો ઉપરાંત રાજકોટ બિલ્ડર એસો. અને રાજકોટ બિલ્ડિંગ ડેવલપર્સ એસો.ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતાં.
ઉપસ્થિતોને સંબોધન કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ કહ્યું હતું કે, ભારત સરકારશ્રી દ્વારા શહેરી આવાસ પર ગંભીરતાથી ભાર મુકવામાં આવી રહયો છે. લોકો હાઉસિંગ માટે શહેરોમાં સ્થળાંતરીત થઇ રહયા છે. આ બાબત નજર સમક્ષ રાખી સરકારશ્રીએ વિવિધ હાઉસિંગ યોજનાઓ અમલમાં મુકેલી છે. એવું સમજાય છે કે, ઋણ આધારિત વ્યાજ સહાય યોજના (ક્રેડિટ લિંકડ સબસિડી) વિશે વધુ ને વધુ લોકો માહિતગાર થાય એ માટે ડેવલપર્સ અને બેન્કર્સ દ્વારા આવશ્યક પગલાંઓ લેવામાં આવે તે ખુબ જ જરૂરી છે. સરકાર તરફથી જે જે હાઉસિંગ યોજનાઓમાં લાભાર્થીઓને જે કાંઈ સબસિડી કે ગ્રાન્ટના લાભો આપવામાં આવતા હોય તેના વિશે જરૂરીયાતમંદ લોકોને બેંકો અને ડેવલપરો સામેથી જાણકારી આપે તો હાઉસિંગ ફોર ઓલ મિશન ઝડપભેર તેના લક્ષ્યાંક સુધી પહોંચી શકશે. અલબત્ત મકાન લેવા ઇચ્છુક લાભાર્થીઓએ પણ થોડી જાગૃતિ દાખવી સંબંધિત એજન્સી, બેંક કે ડેવલપર પાસેથી માહિતી મેળવવા આગળ આવવું જોઈએ. મ્યુનિ. કમિશનરએ વધુમાં એમ કહ્યું હતું કે, હાઉસિંગ સેક્ટરમાં રાજકોટને બેસ્ટ ઉદાહરણ તરીકે જોવામાં આવી રહયું છે. રાજકોટ મહાનગરપાલિકા ગૌરવપૂર્ણ રીતે એમ કહી શકે છે કે, વિવિધ આવાસ યોજનાઓમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે રૈયા સ્માર્ટ સિટી એરીયામાં રાજકોટ મહાનગરપાલિકા અવનવી ગ્લોબલ ટેકનોલોજી સાથે 1100 જેટલા નવા આવાસ બનાવવા આગળ ધપી રહી છે. ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમ હેઠળ સમગ્ર રૈયા સ્માર્ટ સિટી એરીયામાં એરક્ધડીશનની ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ ડેવલપ કરનાર છે. આગામી વર્ષોમાં ત્યાં રૂ.2,000 કરોડના જંગી ખર્ચે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે જે પૈકી રૂ.750 કરોડના અન્ડરગ્રાઉન્ડ યુટીલીટીઝનાં કામો ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહયા છે. ગુજરાતમાં ક્યાંય નથી એવા પ્રકારના રૈયા સ્માર્ટ સિટી એરિયાના આધુનિક આયોજનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આવાસ યોજના આકાર પામવાની છે ત્યારે બેંકોએ વધુ ને વધુ લાભાર્થીઓને આસાનીથી લોન મળી રહે તે માટે આગળ આવવું જોઈએ. જેમાં બેન્કોને પણ પોતાનો બિઝનેસ વધારવાની તકો પ્રાપ્ત થઇ જ રહી છે. કેન્દ્ર સરકાર ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી બાબતમાં ભારતના જે શહેરોની પસંદગી કરી છે તેમાં રાજકોટનો પણ સમાવેશ થઇ રહયો છે. રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાઓનાં પ્રોજેક્ટસની રાષ્ટ્રીય કક્ષાએથી ભરપુર સરાહના પણ થઇ ચૂકેલી છે ત્યારે બેંકો અને ડેવલપરો આવાસ યોજનાઓના લાભો મહત્તમ લોકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવે તે અત્યારના સમયની પ્રબળ માંગ છે. અમોને આશા છે કે, બેન્કર્સ અને ડેવલપર્સ દ્વારા પર્યાપ્ત સહયોગ પ્રાપ્ત થશે.
માનનીય વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગ, ઓછી આવક જૂથ અને મધ્યમ આવક જૂથ વર્ગના લોકો માટે ક્રેડિટ લિંક સબસિડી યોજના જાહેર કરવામાં આવેલ છે. સદર યોજનામાં રાજ્ય કક્ષાએથી પણ વર્ગના લોકોને પણ લાભ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. યોજનામાં લાભાર્થીને નવા ઘરની ખરીદી/બાંધકામ પણ લીધેલ આવાસ લોનના વ્યાજ પર સબસીડી મળવાપાત્ર થાય તેમજ અરજદાર જ્યાં રહેતા હોય કે વસવાટ કરતા હોય તે ઘરના યુનિટના બાંધકામમાં વધારો કરવા માટે લીધેલ લોન પર થતા આવ્યા પર સબસીડી મળવાપાત્ર છે.