RDC બેંકની મુલાકાતે આવેલ ઓડિસા સ્ટેટ કો-ઓપરેટિવ બેંક

  • RDC બેંકની મુલાકાતે આવેલ ઓડિસા સ્ટેટ કો-ઓપરેટિવ બેંક
    RDC બેંકની મુલાકાતે આવેલ ઓડિસા સ્ટેટ કો-ઓપરેટિવ બેંક

રાજકોટ તા.14
રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજરવી.એમ. સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ ખેડૂત અગ્રણી, સાંસદ પોરબંદર તથા વાઈસ ચેરમેર ઈફકો ડાયરેકટર ગુજકોમાસોલ વિઠ્ઠલ રાદડિયાના સુદ્રઢ વહિવટથી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે બેંકના ચેરમેન તરીકે જયેશ રાદડિયાના કુશળ વહીવટના કારણે નાબાર્ડે પાયોનીયર બેંક તરીકે બિરદાવતા બેંકના મોડેલ વહીવટથી પ્રભાવિત થઈ દેશની તમામ સહકારી બેંકના સંચાલકોની રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવી આબેંકની થાપણ,ધિરાણ,વસુલાત તથા ખેડુતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ કરી અન્ય બેંકો પણ તેનું અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેડુતોના વિકાસલક્ષી પ્રવુતિ કરે તેવા નાબાર્ડના અભિગમના ભાગ રૂપે ઓડીસ સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લી.નું બોર્ડ ઓફ ડિરેકટર્સ બેંકના વાઈસ પ્રેસીડેન્ટ દ્રૌપદી સાહુના પ્રતિનિધિત્વ હેઠળની ટીમએ રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ બેંક મુલાકાત લઈ બેંકની વિવિધ પ્રવુતિઓનો અભ્યાસ કરેલ હતો. રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ બેંકની 194 શાખાઓ મારફતે રૂ.4769 કરોડની થાપણો એકત્ર કરી રૂ.3347 કરોડનું ધિરાણ કરેલ છે. ખેડુતોને રૂ.199 કરોડ જેવું કે.સી.સી ધિરાણ અપાયેલ છે. મંડળી મારફત ખેડુતોને લોન આપી સબસીડી વાળા રૂરલ ગોડાઉનમાં સરકારની સબસીડી ઉપરાંત વધારાની વ્યાજ રાહત બેંક તરફથી અપાય છે. ધિરાણ લેતા સભાસદોની બેંક તરફથી રૂ.10.00 લાખની અકસ્માત વિમા પોલીસી લેવામાં આવે છે.બેંક વર્ષોથી કાયદાની જોગવાઈ મુજબ ઓડિટ વર્ગ ઙ્મઅઙ્મ ધરાવે છે અને સભાસદોને 15% ડિવિડન્ડ ચુકવે છે અને બેંકની વસુલાત 99% જેટલી છે એન.ઈ.ટી એન.પી.એ ઓ% છે, તેમજ આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત એવોર્ડ, નાફસ્કોબ તરફથી બે વખત એવોર્ડ તથા બેંકો-મુંબઈ તરફથી પણ એવોર્ડ મળેલ છે. ઓડીસા સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લી.નું બોર્ડ ઓફ ડિરેકટર્સના સભ્યો આ બેંકની બેનમુન કામગીરી, બેંકની મુખ્ય કચેરીમાં 24 કલાક 365 દિવસ લોકર ઓપરેટીંગ સુવિધા તેમજ રાત્રીના 10 વાગ્યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્યવસ્થા જોઈ પ્રભાવિત થયેલ અને આ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા,બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકના મેનેજમેન્ટને ધન્યવાદ આપેલ.