સ્વબચાવ માટે ખરીદેલ દેશી તમંચો લઈને રખડતો શખ્સ ઝબ્બે

  • સ્વબચાવ માટે ખરીદેલ દેશી તમંચો લઈને રખડતો શખ્સ ઝબ્બે
    સ્વબચાવ માટે ખરીદેલ દેશી તમંચો લઈને રખડતો શખ્સ ઝબ્બે
  • સ્વબચાવ માટે ખરીદેલ દેશી તમંચો લઈને રખડતો શખ્સ ઝબ્બે
    સ્વબચાવ માટે ખરીદેલ દેશી તમંચો લઈને રખડતો શખ્સ ઝબ્બે

રાજકોટ શહેરમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી હજુ પણ યથાવત છે ત્યારે એસઓજીની ટીમે સોલ્વન્ટમાં રહેતા શખ્સને દેશી બનાવટનો તમંચો અને એક જીવતા કાર્ટીસ સાથે દબોચી લઇ મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે 
શહેરમાં ગેરકાયદે હથિયારોના દુષણને ડામવા પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી ચૌધરી, ડીસીપી શૈની, ડીસીપી જાડેજા, એસીપી ક્રાઇમ સરવૈયાની સૂચનાથી એસઓજી પીઆઇ આર વાય રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ એમ રાણા, પીએસઆઇ બી કે ખાચર અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન ગિરિરાજસિંહ જાડેજા અને ગિરિરાજસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે ગુલાબનગર ફાટક પાસે સ્ટાફને સાથે રાખીને વોચ ગોઠવી હતી વોચ દરમિયાન રસુલપરા મસ્જિદની પાછળ રહેતો અને ફેબ્રિકેશનનું કામ કરતો ઇમરાન ઉર્ફે ટીપું રઝાકભાઈ શમા નામનો શખ્સ પસાર થતા તેને અટકાવી જડતી લેતા નેફામાંથી એક દેશી બનાવટનો તમંચો અને એક જીવતો કાર્ટીસ મળી આવતા તેની ધરપકડ કરી 5100નો મુદામાલ કબ્જે કર્યો હતો પ્રાથમિક પૂછતાછમાં પોતાને ડખ્ખો ચાલતો હોય જેથી સ્વબચાવ માટે હથિયાર રાખતો હોવાની કબૂલાત આપી હતી હથિયાર કોની પાસેથી ખરીદ કર્યું તે જાણવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે આ કામગીરીમાં મનરૂપગીરી ગોસ્વામી, ધર્મેન્દ્રસિંહ રાણા, જયંતિગીરી ગોસ્વામી, નીખિલભાઈ પિરોજીયા, અનિલસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ, યુવરાજસિંહ જાડેજા અને કૃષ્ણસિંહ જાડેજા સહિતનાઓ જોડાયા હતા આ શખ્સ અગાઉ મારામારી અને દારૂના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.