રાજકોટ મેડિકલ કોલેજને 10 ટકા EWSનો લાભ

  • રાજકોટ મેડિકલ કોલેજને 10 ટકા EWSનો લાભ
    રાજકોટ મેડિકલ કોલેજને 10 ટકા EWSનો લાભ

19મીથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા
નિયમ મુજબ રાજયની મેડિકલ કોલેજ તેની કુલ બેઠકના 15 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા કવોટામાં આપવાની હોય છે. આ બેઠકો ઉપર રાજયનો અને રાજય બહારના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે આ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની જાહેરાત તા. 12મીના રોજ થઇ હતી જે મુજબ તા. 19 થી 24 જુન સુધીને ફોર્મ ભરી શકાશે 25મી જુનના રોજ ફોર્મ ફીજ (લોક) થઇ જશે અને પ્રવેશ યાદી તા. 27મી જુનના રોજ જાહેર થશે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ઠઠઠ.ળભભ.ળભ.શક્ષ પરથી મળી શકશે જે વિદ્યાર્થીઓની ટકાવારી વધારી આવી હોય અને તેઓ ઓલ ઇન્ડિયા કવોટા થકી રાજયની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે.આમ કરવાથી રાજયના વધુ એક વિદ્યાર્થીને મેડિકલમાં પ્રવેશ મેળવવાની તક મળતી હોવાનું નિષ્ણાંતો જણાવે છે.
રાજયની ૠખઊછજ કોલેજોમાં ઊઠજનો લાભ મળશે
રાજયની 8 જીએમઇઆરએસ મેડિકલ કોલેજો આવેલોી છે. જેમાં ગોત્રી, સોલા, વલસાડ, ગાંધીનગર, હિંમતનગર, જૂનાગઢ, વડનગર અને પાટણનો સામાવેશ થાય છે. આ મેડિકલ કોલેજોમાં એમબીબીએસની 150 બેઠકો છે નિયમો પ્રમાણે 250 બેઠકો કરતાં ઓછી હોય 10 ટકા ઇડબલ્યુએસનો લાભ આપી શકાય છે આ માટે તેમને 25 ટકા સીટો વધારીને 187 કરવી પડે અને ત્યારબાદ 10 ટકાનો લાભ આપી શકાશે. ક્ષ ખઇઇજમાં 10 ટકા અનામતમાં 250 બેઠક ધરાવતી વડોદરા, સુરત, જામનગર, અમદાવાદની બાદબાકી કરાઇ
રાજકોટ તા. 14
મેડિકલ કોલેજ સહિત રાજયની 250 બેઠકો ધરાવતી મેડિકલ કોલેજમાં ચાલુ શૈક્ષણિક વર્ષે એમબીબીએસમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીને 10 ટકા ઇડબલ્યુએસનો લાભ આપવામાં આવે નહીં તેવો નિર્ણય તાજેતરમાં ગાંધીનગર ખાતે એડીશનલ ડાયરેકટર મેડિકલ એજયુકેશન એન્ડ રીસર્ચની આગેવાની હેઠળની મળેલી મિટીંગમાં લેવાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાંજ 10 ટકા આર્થિક રીતે પછાત લોકોને નોકરી અને પ્રવેશમાં લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજય સરકાર દ્વારા કેન્દ્રના આ નિર્ણયનો અમલ તાત્કાલીક રીતે લાગુ કરશે તેવી જાહેરાત કરી અમલ માટેની કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો. પરંતુ નિયમોની ગુંચના લીધે તાજેતરમાં જ પીજી (અનુસ્નાત કોર્ષ)માં 10 ટકા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સુવિધાનો અમલ મેડિકલ કોલેજમાં થઇ શકયો ના હતો. પીજીના દરેક વિભાગની કુલ 176 બેઠકો 

ઉપર જુના નિયમ મુજબ જ પ્રવેશ આપી દેવામાં આવ્યા હતાં.
આ સ્થિતિ જોતા 9મી મેના રોજ રાજયના આરોગ્ય અને પ્રિન્સીપલ સેક્રેટરીએ રાજયની મેડિકલ કોલેજના ડીન સાથે બેઠક કરી એમબીબીએસમાં 10 ટકા ઇડબલ્યુએસનો લાભ આપવા માટેની દરખાસ્ત તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલી આપી હતી. ત્યારબાદ તાજેતરમાં એડીશનલ ડાયરેકટરે (મેડીકલ એન્ડ એજયુકેશન રીસર્ચ) એવી જાહેરાત કરી હતી કે રાજયની 250 બેઠકો ધરાવતી મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં પ્રવેશમાં 10 ટકા ઇડબલ્યુએસનો લાભ ચાલુ શૈક્ષણિક વર્ષે અપાશે નહીં આ નિયમ મુજબ વડોદરા, સુરત, જામનગર, અમદાવાદની બી.જે.મેડિકલ અને એનએચએસ મ્યુ.કોર્પોરેશન મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને લાભ મળશે નહીં જયારે રાજકોટ અને ભાવનગર મેડિકલ કોલેજ જેની સીટો 150 છે. તે મેડિકલ કોલેજમાં 10 ટકા ઇડબલ્યુએસનો લાભ મળશે. આ માટે રાજકોટ અને ભાવનગર મેડિકલ કોલેજના એમબીબીએસની પ્રથમ વર્ષની સીટો 187 કરાઇ છે.