તા.21 થી 28 ધો.12 સાયન્સની ઉત્તરવહી ચકાસણીની સુનાવણી

  • તા.21 થી 28 ધો.12 સાયન્સની ઉત્તરવહી ચકાસણીની સુનાવણી
    તા.21 થી 28 ધો.12 સાયન્સની ઉત્તરવહી ચકાસણીની સુનાવણી

રાજકોટ તા.14
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 સાયન્સની પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ જે વિદ્યાર્થીએ પરીણામથી સંતોષ ન હોય તેઓ ઉતરવહી અવલોકન ગુણ ચકાસણી અને ઓએમઆરની કોપી માટે દરખાસ્ત કરતાં હોય છે. ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓએ અરજીઓ કરી છે તેમની અરજીની સુનાવણી આગામી તા.21મીથી 28મી સુધીમાં હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત બોર્ડની વેબસાઇટ પરથી પણ ઉમેદવારો પોતાનો કોલ લેટર મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ધો.12 સાયન્સની પરીક્ષામાં ચાલુ વર્ષે પુન: અવલોકન માટે 10550 વિદ્યાર્થીએ અરજી કરી છે. ગુણ ચકાસણી માટે 3171 વિદ્યાર્થીએ અરજી કરી છે. ઓએમઆર સીટ મેળવવી 9289 વિદ્યાર્થીએ અરજી કરી છે. આમ, તમામ મળીને કુલ 12670 વિદ્યાર્થીએ દરખાસ્ત કરી છે. આગામી દિવસોમાં બોર્ડ દ્વારા આ અરજીઓની સુનાવણી હાથ 

ધરવામાં આવશે. ઉતરવહી અવલોકનની પ્રક્રિયા તા.21મીથી 28મી વચ્ચે હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી પોતાનો બેઠક નંબર તથા અરજીઓ રજીસ્ટર કરેલો મોબાઇલ નંબર લખીને તા.14 મી જૂનને શુક્રવાર સાંજે 4 વાગ્યા સુધી ઓનલાઇન કોલ લેટર મેળવી શકશે. જે વિદ્યાર્થીઓએ રૂબરૂ અવલોકન માટે દરખાસ્ત કરી છે. તેમને બોર્ડ નિર્ધારીત કરેલા સમયે રૂબરૂમાં બોલાવવામાં આવશે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા જવાબ આપવામાં આવશે.