સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડો કાલથી રાબેતા મુજબ શરૂ

  • સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડો કાલથી રાબેતા મુજબ શરૂ
    સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડો કાલથી રાબેતા મુજબ શરૂ

બપોર બાદથી યાર્ડમાં જણસી ઉતારવા દેવાઇ - અતુલ કામાણી રાજકોટ તા.14
વાયુ વાવાઝોડાના લીધે ખેડૂતોને નુકસાન ન ભોગવવાનો વારો આવે તેના માટે સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બે દિવસ બંધ રાખવામાં આવેલ. જે આજે વાતાવરણ સ્વસ્થ થઈ ગયું હોય તો સૌરાષ્ટ્રના બધા યાર્ડ આવતીકાલે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.ના પ્રમુખ અતુલ કામાણીના જણાવ્યા અનુસાર વાયુ વાવાઝોડાની સંભવિત અસરના પગલે સૌરાષ્ટ્રના તમામ યાર્ડો બે દિવસ બંધ રાખવામાં આવ્યા હતા. આજે વાતાવરણ સ્વસ્થ હોય કાલથી સૌરાષ્ટ્રના તમામ યાર્ડ પુન: શરૂ થશે. આજે બપોર બાદથી દરેક યાર્ડમાં જણસી ઉતારવા દેવામાં આવી હતી. ચોમાસાને ધ્યાને લઇ દરેક યાર્ડમાં ખેડૂતોનો માલ સલામત સ્થળે ઉતારવામાં આવે તેની કાળજી લેવામાં આવશે.