જ્યાં માનવી ત્યાં સુવિધા’, ટેક્નોલોજી સાથે સંપૂર્ણ પરિવર્તનની પરિભાષા

  • જ્યાં માનવી ત્યાં સુવિધા’, ટેક્નોલોજી સાથે સંપૂર્ણ પરિવર્તનની પરિભાષા
    જ્યાં માનવી ત્યાં સુવિધા’, ટેક્નોલોજી સાથે સંપૂર્ણ પરિવર્તનની પરિભાષા

આજી-1 અને ન્યારી-1 માં નર્મદા નીર ઠલવવાનું અભય વચન પૂર્ણ
રાજકોટને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી સહિયારો પ્રયાસ કરીએ: બીનાબેન આચાર્ય
જાહેર સ્વાસ્થ્ય સાથે શહીરજનોને પાયાની સુવિધાઓ મળે તેવો ગંભીરતાથી પ્રયાસ કર્યો છે : ઉદયભાઇ કાનગડ રાજકોટ મનપાને એક વર્ષમાં મળેલ વિવિધ એવોર્ડ ક્લાઈમેટ ચેન્જ:- ડબલ્યુડબલ્યુએફની વન પ્લેનેટ સિટી ચેલેન્જ-2018માં રાજકોટ શહેરને નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા એવોર્ડ
રાજકોટ મહાનગરને રાજકોટ આઈ-વે પ્રોજેક્ટને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ડીજીટલ ઇન્ડિયા-2018 એવોર્ડ આપવામાં આવેલ.
સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ સ્વચ્છતા સર્વેક્ષણ-2019માં દેશના શહેરોમાંથી રાજકોટ શહેરે 9મુ સ્થાન પ્રાપ્ત કરેલ. જયારે ગુજરાત રાજ્યમાં બીજું સ્થાન પ્રાપ્ત કરી એવોર્ડ પ્રાપ્ત કરેલ.
સ્વચ્છતા મિશન અંતર્ગત રાજકોટને ઓ.ડી.એફ. પ્લસ દરજ્જો પ્રાપ્ત.
રાજકોટ મહાનગરપાલિકાને બી.આર.ટી.એસ. બસ સર્વિસને સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ-2018 પ્રાપ્ત થયેલ.
વિવિધ ઓવર/અન્ડર બ્રિજની હાથ ધરાયેલ કામગીરી
1. કે.કે.વી. અન્ડરબ્રિજ
2. લક્ષ્મીનગર અન્ડરબ્રિજ
3. 150 ફૂટ રીંગ રોડ પર નાનામવા જંકશન
4. 150 ફૂટ રોંગ રોડ પર રામાપીર ચોકડી
5. હોસ્પિટલ ચોક
6. આમ્રપાલી ફાટક
7. કેશરે હિંદ પુલ પહોંળો કરવાની કામગીરી
8. જામનગર રોડ સાંઢીયા પુલને પહોંળો કરવાની કામગીરી
9. કોઠારીયા સોલવન્ટ રોડ રેલ્વે ક્રોસિંગ બ્રિજ મુખ્યમંત્રીના હસ્તે થયેલ ખાતમુહૂર્ત અને લોકાર્પણ  રૂ.76 કરોડના ખર્ચે ઊઠજ 1120 આવાસોનું લોકાર્પણ.
 રૂ.2.08 કરોડના ખર્ચે વોર્ડ નં.09માં મહિલા સ્વીમિંગ પૂલનું લોકાર્પણ.
 રૂ.2.63 કરોડના ખર્ચે પી.એન્ડ.ટી.વી. શેઠ હાઈસ્કુલના નવા બિલ્ડીંગનુ લોકાર્પણ.
 રૂ.43.24 કરોડના ખર્ચે ગવરીદડ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ.
 વોર્ડ નં.10માં રૂ. 12.18 કરોડના ખર્ચે જુદી-જુદી 3 જગ્યાએ ઊજછ-ૠજછ બનાવવાનું ખાતમુહૂર્ત.
 અટલ સરોવરમાં નવા નીરની પૂજનવિધિ તથા વૃક્ષારોપણ કરવામાં આવેલ.
 અમરજીતનગરના રહેવાસીઓને સનદ અર્પણવિધિ કાર્યક્રમ યોજાયેલ.
 લલુડી વોંકળા તરીકે ઓળખાતી સ્લમ વિસ્તારને ચિત્રનગરી બનાવવામાં આવેલ.
 તા.22/11/2018થી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુકો-ભીનો કચરો અલગ-અલગ સ્વીકારવાનો પ્રારંભ.
 તા.10/02/2019ના રોજ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ/વાત્સલ્ય યોજનાનો મેગા કેમ્પ યોજવામાં આવેલ.
 તા.14/02/2019ના રોજ વોર્ડ નં.14 જીલ્લા ગાર્ડન ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર સ્મારક ભવન અને લાયબ્રેરીનું લોકાર્પણ.
 રૂ.41.50 કરોડના ખર્ચે રૈયા જંકશન ખાતે ઓવરબ્રીજનુ લોકાર્પણ.
 રૂ.41.50 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વોર્ડ નં.03 પોપટપરા અને વોર્ડ નં.04 ડી-માર્ટ પાછળ 616 આવાસોનું લોકાર્પણ.
 રૂ.151 કરોડના ખર્ચે માસ્ટર સિસ્ટમ ઇન્ટીગ્રેશનનો શુભારંભ.
 રૂ.06 કરોડના ખર્ચે સ્માર્ટ સિટી લેઈક-02 અને 03નુ ખાતમુહર્ત.
 રૂ.2.85 કરોડના ખર્ચે રેનબસેરાનુ લોકાર્પણ.
 અમૃતમ યોજના હેઠળ રૂ.29.50 કરોડના ખર્ચે ડ્રેનેજ,
 ડી.આઈ.પાઈપલાઈન તથા ગાર્ડન ડેવલપમેન્ટનુ ખાતમુહર્ત.
 રૂ.15.20 કરોડના ખર્ચે આજી-રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સીવરેજ લાઈનનું ખાતમુહૂર્ત.
 શહેરના 18 જાહેર ટોઇલેટને મોડર્ન બનાવવામાં આવ્યા.
 ત્રિકોણ બાગ ખાતે ઈ-ટોઇલેટ મુકવામાં આવેલ.
 વેસ્ટ ઝોનમાં 24ડ્ઢ7 પાણી વિતરણ માટેની કામગીરી ગતિમાં.
 ઇલેક્ટ્રિક બસની ટ્રાયલ.
 રૈયા સ્માર્ટ સિટી એરિયામાં ત્રણ તળાવ ઊંડા ઉતારવાનું હાથ ધરાયેલ. વિકાસ કામની વિગત પ્રોજેક્ટ/કામનું નામ ખર્ચ કરેલ રકમ(રૂ.)
ડ્રેનેજ સ્ટોર્મ વોટર લાઈન 8,40,27,325/-
ડ્રેનેજ હાઉસ કનેક્શન ચેમ્બર 21,70,56,438/-
બોક્સ ગટર 52,53,605/-
કોમ્યુનિટી હોલ 17,66,14,149/-
સફાઈ કામગીરી 60,32,926/-
હોકર્સ ઝોન 1,02,27,260/-
ટી.પી. રોડ ડેવલપ 3,41,29,644/-
વ્રુક્ષારોપણ 57,93,725/-
વોકળા ઉપર સી.સી. કામ 52,92,000/-
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 24,72,78,080/-
પાણીના પમ્પિંગ સ્ટેશન 32,61,740/-
સુએજ પાઈપલાઈન 26,64,600/-
રીટેઈનીંગ વોલ 69,32,384/-
નવી વોર્ડ ઓફીસ 1,18,67,358/-
ફૂટપાથ, ઞઝઈં ડક્ટ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ 1,08,15,675/-
બોક્સ કલ્વર્ટ 26,56,390/-
સ્લેબ કલ્વર્ટ 2,37,15,698/-
વોટરવર્કસ કામ રૂ.1,20,49,13,735/-
રેલ્વે અન્ડરબ્રિજ રૂ.22,89,59,449/-
રોશની વિભાગ રૂ.1,67,87,127/-
પેવિંગ બ્લોક રૂ.11,27,16,038/-
રોડ ડીવાઈડર રૂ.88,29,559/-
કમ્પાઉન્ડ વોલ રૂ.3,31,22,358/-
રસ્તા કામ/પેવર કામ રૂ.41,50,54,818/-
સુએજ પમ્પિંગ સ્ટેશન રૂ.56,35,85,587/-
સી.સી. રોડ રૂ.37,85,70,225/-
ભૂગર્ભ ગટર રૂ.25,18,37,619/-
મેશનરી કામ રૂ.6,74,79,857/-
મેટલીંગ કામ રૂ.5,34,50,800/-
ડી.આઈ. પાઇપલાઇન રૂ.13,19,00,203/-
સ્વિમિંગપુલ રૂ.36,19,122/-
આજી નદી રૂ.10,21,70,020/-
આવાસ યોજના રૂ.3,72,13,21,420/-
સાયકલ ટ્રેક અને ફૂટપાથ રૂ.5,80,98,934/-
લાયબ્રેરી રૂ.6,71,27,800/-
મહાત્મા ગાંધી મ્યુઝિયમ રૂ.10,86,07,473/-
કુલ રૂ.8,38,17,71,141/- રાજકોટ તા.14
સ્માર્ટ સિટી રાજકોટના મેયર બિનાબેન આચાર્ય તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડની વરણીને એક વર્ષ પૂર્ણ કરેલ છે. જ્યાં માનવી, ત્યાં સુવિધાના અભિગમ સાથે શહેરીજનોને પાયાની સેવાઓ અને સુવિધાઓ જેવી કે, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર, રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, જાહેર સ્વાસ્થ્ય વિગેરે નિયમિતપણે મળે તેની સાથોસાથ ટેકનોલોજી અને સાયન્સ આધારિત અભૂતપૂર્વ પરિવર્તન સાથે કદમ મિલાવી નાગરિકોને અત્યાધુનિક સેવાઓ અને સુવિધાઓ પ્રદાન કરવા માટે પણ એટલી જ ગંભીરતાથી પ્રયત્નો કર્યા છે.
મને આનંદ છે કે, મારી મેયર તરીકેની વરણી સમયે શહેરની પીવાની સમસ્યા ભુતકાળ બની ગયેલ. જેનો પુરેપુરો યશ દેશના માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ફાળે જાય છે. સૌની યોજના હેઠળ આજી-01 જળાશયમાં નર્મદાના નીર પહોંચતા કરેલ. ગત વર્ષે સંતોષકારક વરસાદ નહિ થવાને લીધે, શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ થયેલ નહિ, તેમ છતાં ચાલુ વર્ષના ચોમાસા સુધી શહેરને દરરોજ પાણી વિતરણ થઇ શકે તે માટે આજી-01 ડેમમાં જરૂરત સમયે નર્મદાનું પાણી ઠાલવવામાં આવેલ. આ ઉપરાંત તા.04/03/2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ન્યારી-01 ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદા મૈયાના અવતરણના ઓનલાઈન વધામણા 
કરેલ અને ન્યારી-01 ડેમ પણ સૌની યોજના હેઠળ આવરી લેવામાં 
આવેલ છે.
વિશેષમાં, મહાત્મા ગાંધી વિદ્યાલયમાં નિર્માણ પામેલ ઐતિહાસિક મહાત્મા ગાંધી મ્યુઝીયમ તથા રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ સેક્ધડ ફેઇઝનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે કરાયેલ. આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલ છે. તેમજ પ્રધાનમંત્રીએ પણ આઈ-વે પ્રોજેક્ટની સરાહના કરેલ.
મેયર બિનાબેન આચાર્યે ખુશી વ્યક્ત કરતા અન્ય એક મહત્વની બાબત અંગે એમ જણાવ્યું હતું કે, સ્વચ્છતાની બાબતમાં દેશમાં રાજકોટનો 9મો ક્રમ રહ્યો એ બાબત સૌ રાજકોટવાસીઓ માટે આનંદ અને ગૌરવની વાત છે. આજી ડેમ ફિલ્ટર પ્લાન્ટ ખાતે 145 કિલો વોટની સોલાર સિસ્ટમ સ્થપાઈ: દર વર્ષે વીજ ખર્ચમાં રૂ.10 લાખની બચત થશે. ત્યારે આગામી વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ લીગ-2020માં રાજકોટને હજુ વધુ સ્વચ્છ અને સુંદર બનાવી, પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા સૌ સહિયારો પ્રયાસ કરીએ એવી શહેરીજનોને અપિલ.