માંડા ડુંગરના 250 પરિવારોનો મનપામાં હલ્લાબોલ

  • માંડા ડુંગરના 250 પરિવારોનો મનપામાં હલ્લાબોલ
    માંડા ડુંગરના 250 પરિવારોનો મનપામાં હલ્લાબોલ

ચાર માસની મુદત આપો, મેયરને વિનંતી સાથે રજૂઆત રાજકોટ તા.14
રાજકોટના ઇસ્ટ ઝોનમાં આવેલ માંડા ડુંગર વિસ્તારમાં સરકારી જમીન ઉપર ખડકાયેલા ગેરકાયદેસર મકાનો અને કારખાનાઓ તોડી પાડવા માટે નોટીસ અપાયા બાદ આ વિસ્તારમાં વસવાટ કરતા 250 થી વધુ પરીવારોએ આજરોજ મનપા ખાતે ધસી જઇ મેયરને રજૂઆત કરી ચાર માસનો સમય આપવાની રજૂઆત કરી હતી.
ઇસ્ટ ઝોનમાં રાંદરડા તળાવથી લઇને મહીકા ગામના માર્ગ તેમજ માંડા ડુંગર સહિતના વિસ્તારોમાં અંદાજે 250 થી વધુ મકાનો તેમજ 40 થી વધુ કારખાનાઓના ગેરકાયદેસર બાંધકામો વર્ષો પહેલા થઇ ગયા છે ત્યારે ઉપરોકત જમીન ખાલી કરાવવા માટે તમામ દબાણકર્તાઓને મનપાના ટીપી વિભાગ દ્વારા ડીમોલીશનની નોટીસ આપવામાં આવી હતી.
પરંતુ ચોમાસુ માથે હોય આ સ્થિતિમાં પરીવારોને અન્ય જગ્યાએ આશરો મળવો મુશ્કેલ છે તેમજ કારખાનેદારોએ રોજીરોટી ગુમાવવાનો વારો આવે તેમ હોય તમામ લોકોએ આજરોજ કોર્પોરેશન ખાતે ધસી જઇને મેયરને રજૂઆત કરી જણાવેલ કે ચોમાસા દરમ્યાન ડીમોલીશનની કાર્યવાહી અટકાવવામાં આવે અને અમને ચાર માસનો સમય આપવામાં આવે તેમ જણાવતા મેયરે ઘટતું કરવાની ખાત્રી આપી તમને ઘરવિહોણા નહીં કરાય તેવી હૈયાધારણા આપી હતી.