પુનિતનગર પાસેથી ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝડપાયો

  • પુનિતનગર પાસેથી ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝડપાયો
    પુનિતનગર પાસેથી ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝડપાયો

રાજકોટ તા. 14
શહેરના 150 ફુટ રીંગ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાસેથી ચોરાઉ બાઇક સાથે શાપર-વેરાવળના શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છેે.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ચૌધરીની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.બી.ધાંધલ્યા, હેડ કોન્સ, રાજેશ બાળા, સામતભાઇ ગઢવી, અભિજીતસિંહ જાડેજા, રઘુવિરસિંહ વાળા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ચોકકસ બાતમીના આધારે 150 ફુટ રીંગ રોડ પર પુનિતનગર પાણીના ટાંકાથી વાવડી જતા રસ્તેથી આરોપી જીજ્ઞેશ ગોવિંદ વાઘડીયા (રે. વેરાડ, તા.ભાણવડ, હાલ શાપર વેરાવળ) વાળાને ચોરાઉ બાઇક સાથે ઝડપી પાડયો હતો. આરોપીની પૂછપરછમાં તેણે આ બાઇક યુનિવર્સિટી વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.