ભાડલાના બરવાળા ગામે જાહેરમાં જુગટુ રમતાં 9 પતા પ્રેમી ઝબ્બે

  • ભાડલાના બરવાળા ગામે જાહેરમાં જુગટુ રમતાં 9 પતા પ્રેમી ઝબ્બે
    ભાડલાના બરવાળા ગામે જાહેરમાં જુગટુ રમતાં 9 પતા પ્રેમી ઝબ્બે

રાજકોટ તા. 14
ભાડલાના બરવાળા ગામે રૂરલ એલસીબીએ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડી અડધા લાખનો મુદ્ામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી એલસીબી પી.આઇ એમ.એન.રાણા, પીએસઆઇ એસ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ પ્રભાતભાઇ બાલાસરા, હેડ કોન્સ ભીજાભાઇ રબારી, રહીમ દલ, હિતેશ અગ્રાવત સહિતના સ્ટાફે ભાડલાના બરવાળા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતાં આરોપી વિજયભાઈ જેહાભાઈ નાગડકિયા, ભરતભાઈ નથુભાઈ રોજાસરા, જેન્તીભાઈ દાહાભાઈ નાગડકિયા, વિજયભાઈ દાહાભાઈ ડાભી, જેન્તીભાઇ દેવાભાઈ કુકડીયા, જેન્તીભાઈ દેવશીભાઇ કુકડીયા, મહેશભાઈ ધીરુભાઈ ઝાપડીયા, ભરતભાઈ સોમાભાઈ ડાભી, દિનેશભાઈ ગોરધનભાઈ ખોખર ને ઝડપી પાડી પટમાંથી રોકડા રૂ/47,300/- તથા મોબાઈલ ફોન નંગ-2 મળી કુલ મુદ્દામાલ રૂ/48,300 ની કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.