પોલીસ ટીમ પર મોટો નક્સલી હુમલો, બે ASI સહિત 5 પોલીસકર્મી શહીદ

  • પોલીસ ટીમ પર મોટો નક્સલી હુમલો, બે ASI સહિત 5 પોલીસકર્મી શહીદ
    પોલીસ ટીમ પર મોટો નક્સલી હુમલો, બે ASI સહિત 5 પોલીસકર્મી શહીદ

ઝારખંડના સરાયકેલામાં નક્સલીઓએ મોટો હુમલો કર્યો હતો. નક્સલીઓએ પોલીસની ગાડીને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. ઝારખંડમાં થયેલ આ હુમલાને પગલે પોલીસને ગાડીમાં સવાર 5 જવાનો શહીદ થયાં હતા. 

ઉલ્લેખનીય છે કે, નક્સલીઓ મોટર સાયકલ પર બેસીને ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ મામલે મળતી વિગતો મુજબ શહીદ થયેલ આ પોલીસકર્મીઓ મેળામાં ફરજ બજાવવા જતા હતા ત્યારે નક્લસીઓએ અચાનક તેમના વાહન પર હુમલો કર્યો હતો. જ્યારે પોલીસની વાન જઇ રહી હતી ત્યારે બાઇક પર સવાર થઇને આવેલ નક્સલીઓએ પોલીસના વાહન પર ગોળીબાર કર્યો હતો. ગોળીબાર 10 નક્લસીઓ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ફરજ પર ગયેલા 5 પોલીસકર્મીઓ શહીદ થયાં હતા.