રક્તદાનમાં રંગીલા રાજકોટવાસીઓ ટોપ-3માં

  • રક્તદાનમાં રંગીલા રાજકોટવાસીઓ ટોપ-3માં
    રક્તદાનમાં રંગીલા રાજકોટવાસીઓ ટોપ-3માં

રાજકોટ શહેરમાં 80 હજારથી વધારે યુનિટ રક્તદાન: રાજ્યમાં સૌથી વધુ રક્તદાન અમદાવાદમાં વેકેશનમાં રક્તની અછત!
આમ તો શહેરમાં અવાર-નવાર બ્લડ કેમ્પ થતા જ રહે છે. પરંતુ ઉનાળુ વેકેશન તેમજ દિવાળી વેકેશન દરમિયાન સુરત શહેરમાં લગભગ દર વર્ષે લોહીની તીવ્ર અછત વર્તાય છે. તે સમસ્યા નિવારવા માટે ના આયોજન જરૂરી છે. જેમાં રકતદાન શિબિરના આયોજન તેમજ સ્વૈચ્છીક રક્તદાતાઓએ આગળથી આયોજન કરવું જોઈએ. આવા સમયમાં રક્તદાન થશે તો ઘણા દર્દીઓની તકલીફ દૂર થશે. રાજકોટ: 14મી જુન એટલે રક્તદાતા દિવસે.  દેશમાં ગુજરાત રક્તદાન કરવામાં પાંચમા ક્રમે છે. અને ગુજરાતમાં અમદાવાદ પછી સુરત બીજા અને રાજકોટ ત્રીજા નંબરે  છે. આજના દિવસે આ દિવસે સ્વૈચ્છિક રક્તદાન કરનાર રક્તા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવે  છે. 14 જૂનને  વિશ્વભરના દેશો વિશ્વ બ્લડ ડોનર તરીકે ઉજવે છે. ભારતમાં મહારાષ્ટ,્ર પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને પાંચમા ક્રમે ગુજરાતમાં નવ લાખ સેવાભાવી વ્યક્તિઓ રક્તદાન કરે છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં બે લાખથી વધુ યુનિટ ,બીજા નંબરે સુરત 90 થી 95 હજાર યુનિટ, રાજકોટમાં 80 હજાર યુનિટ, વડોદરામાં 75 હજાર યુનિટ અને ભાવનગરમાં 40વઘુ યનિટ એકત્ર થાય છે. જ્યારે સ્વૈચ્છિક રક્તદાન કરવામાં ગુજરાત ઘણું આગળ પડતુ છે. લોહીનું કૃત્રિમ ઉત્પાદન થઈ શકતું નથી, તેથી વિશ્વભરમાં સ્વાસ્થ્ય સંભાળ માટે સ્વૈચ્છિક રક્તદાન જરૂરી છે. ઘણા અનામી રક્ત દાતા તેમના રક્ત દાન દ્વારા દરરોજ કેટલાયના જીવન બચાવે છે. આપણા પરિવાર કે સ્નેહીજનોને  પણ તેની જરૂર પડી શકે છે જેથી સ્વેચ્છિક રક્તદાતાઓ વધારે સંખ્યામાં આગળ આવે એ જરૂરી છે. અને સ્વેચ્છીક રક્તાદન કરે છે તેઓ ધન્યવાદને પાત્ર છે. 126 વખત રક્તદાન કરતાં ડો.વલ્લભ કથીરિયા
1972નો સપ્ટેમ્બર મહિનો. અમદાવાદની એમ.જી.સાયન્સ ઇન્સ્ટીટયુટના ગ્રાઉન્ડમાં એન.સી.સી.ના કેડેટસ માટે રક્તદાન કેમ્પ. નવાનવા કોલેજીયન તરીકે પ્રી સાયન્સમાં એડમીશન મેળવ્યા બાદ કૂતૂહલતા પૂર્વક અમે બે - ચાર મિત્રો કેમ્પ તરફ ગયા. જોયું તો એન.સી.સી.ના કેડેટ ઉપરાંત અન્ય કોલેજીયન યુવાન - યુવતીઓ અને કર્મચારીઓ રકતદાન કરી રહ્યાં હતાં. રસપૂર્વક રકતદાનની વિધિ પ્રથમવાર જોઇ. સાયન્સના વિદ્યાર્થી હોવાના નાતે રકત, રકતકણો, બ્લડગ્રુપ અને રકત અંગેની અન્ય જાણકારી તો હતી જ. આજે વિશેષ જાણકારી મળી. કશુંય નુકશાન તો નથી જ. ઉલ્ટાનું ‘રકત’ કોઇ વ્યક્તિનું જીવન બચાવી શકે છે એ વાત બરાબર દિલ - દિમાગમાં ઉતરી ગઇ. પ્રથમવાર રકતદાન કર્યા બાદ અવારનવાર કયાંક આયોજીત કેમ્પમાં કે કોલેજમાં કે રેડીયો (ત્યારે હજુ ટી.વી. આવ્યા ન હતા) પર રકતદાનની જાહેરાત સાંભળી રકતદાન કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો. મેડીકલમાં એડમીશન મળ્યા બાદ સિવિલ હોસ્પિટલની રેડક્રોસ બ્લડ બેંકમાં રકતદાન કરવા જવાનું થતું. જયારે રકતદાનનો મારો આંકડો 11(અગીયાર) નો થયો ત્યારે તે સમયના ગવર્નર શારદા મુખર્જીના વરદ હસ્તે શીલ્ડ મળ્યો. પછી તો એમ.બી.બી.એસ. અને એમ.એસ.ના અભ્યાસ દરમ્યાન, અનેકવાર કોલેજો, એન.એસ.એસ., એન.સી.સી., શીબીરો, ગ્રામ્ય વિસ્તાર કે સોસાયટી યા તો સામાજીક સંસ્થાઓનાં ઉપક્રમે યોજાતી રકતદાન શિબિરોમાં વોલન્ટીયર- સ્વયંસેવક તરીકે સેવા આપવાનો સિલસિલો શરૂ થયો, એક તરફ સ્વયં રકતદાતા અને બીજી તરફ કેમ્પ દ્વારા લોકોને પ્રોતસાહીત કરવાનું કાર્ય સતત આગળ વધતું રહ્યું. 125મું રકતદાન રકતદાન પ્રવૃતિ સાથે જોડાયેલા જગતસિંહ જાડેજાના કેમ્પમાં અને 126મું રકતદાન પૂ. પ્રમુખસ્વામીને અંજલીરૂપે રાજકોટના ભવ્ય મહોત્સવમાં કરવામાં નિમીત બન્યો છું.