રથયાત્રામાં પ્રથમ વખત ગૃહમંત્રી શાહ હાજર રહેશે

  • રથયાત્રામાં પ્રથમ વખત ગૃહમંત્રી શાહ હાજર રહેશે
    રથયાત્રામાં પ્રથમ વખત ગૃહમંત્રી શાહ હાજર રહેશે

જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે ભીમ અગિયારશ, ગુરુવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજીનાં દર્શનાર્થે આવતા હોય છે. આ દિવસે દાન-પુણ્ય મોટી સંખ્યામાં થતું હોય છે. આ દિવસે શ્રદ્ધાળુઓએ જળથી ભરેલા કુંભ સાથે હાથપંખો અને કેરીનું દાન પણ કર્યું હતું.  સવારે 8 વાગ્યે જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. જે સોમનાથ ભૂદરના આરે પહોંચશે.
 સવારે 8.30 વાગ્યે ગંગાપૂજન વિધિ-સાબરમતી નદીએથી 108 કળશમાં જળભરીને મંદિરમાં લવાશે.
 સવારે 10.00 વાગ્યે ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ મહાજળાભિષેક કરાશે.
 સવારે 11 વાગ્યે ભગવાન જગન્નાથજીના ગણેશજીના સ્વરૂપમાં ગજવેશ શણગારના દર્શન થશે. રાજકોટ તા,14
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની 142મી રથયાત્રા અષાઢી બીજ, તા.4 જુલાઈના રોજ ખૂબ જ દબદબાભેર નીકળશે, તે પૂર્વે સવારે યોજાતી મંગળા આરતીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહેશે. રથયાત્રા પૂર્વેના મહત્ત્વના પ્રસંગ એવા જળયાત્રા મહોત્સવનું આયોજન 17મી જૂન, સોમવારે થશે. જોકે, આ વર્ષે જળયાત્રા સમયે સાબરમતી નદીનાં નીર બન્ને કાંઠે વહે અને જળયાત્રા વિધિ સુખરૂપ સંપન્ન થાય તે માટે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.
વિક્રમ સંવત-2075ની ભગવાન જગન્નાથજી રથયાત્રા તા.4 જુલાઈના રોજ શુભ સમયે પ્રારંભ થશે. તે પૂર્વે મંગળા આરતીમાં સવારે 4 વાગ્યે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીના અનન્ય ભક્ત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પધારશે. સાથોસાથ જળયાત્રા મહોત્સવ તા.17મી જૂન, સોમવારે યોજાશે. આ શોભાયાત્રાનો પ્રારંભ સવારે 8 વાગ્યે થશે. જોકે, સાબરમતી નદીનાં જળ બન્ને કાંઠે રહે તો જળયાત્રાની પરંપરાગત ગંગાપૂજન વિધિવત્ થાય તે માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત પણ ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરે કરવામાં આવી છે. જળયાત્રા પૂર્વે વિધિવત્ ગંગાપૂજન માટે સાબરમતી નદીનું જળ-સ્તર વધારાશે તેવી ખાતરી પણ આપી છે.
તેમણે જણાવ્યું કે જેઠ સુદ પૂનમ, સોમવારે જળયાત્રાના દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગાપૂજન કર્યા બાદ સાબરમતી નદીએથી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. આ જળથી ભગવાન જગન્નાથજીનો ષોડશોપચાર પૂજન-વિધિ સાથે મહાજળાભિષેક પણ કરવામાં આવશે. ત્યારબાદ ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ એવા ગજવેશ શણગારનાં પણ દર્શન થશે. આ જળયાત્રા મહોત્સવમાં ગજરાજ, 108 નાનાં-મોટાં કળશ, નિશાન-દંડ-ધ્વજા અને ઢોલ-નગારા, નૃત્ય મંડળી, ભજન-મંડળી સાથે નીકળશે. આ દિવસે મિનિ રથયાત્રા હોય તેવો માહોલ સર્જાતો હોય છે. જળયાત્રા મહોત્સવમાં આ વર્ષે મહંત દેવપ્રસાદજી મહારાજ, આણદાબાવા સેવા સંસ્થાન, જામનગરના આશીર્વચન પ્રાપ્ત જશે. જ્યારે મહોત્સવના મુખ્ય અતિથિ તરીકે નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સાથે જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલબેન પટેલ સહિત વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.