મોરબી મંદિર શિલાન્યાસ મહોત્સવમાં મહિલા સંમેલન

  •  મોરબી મંદિર શિલાન્યાસ મહોત્સવમાં મહિલા સંમેલન
    મોરબી મંદિર શિલાન્યાસ મહોત્સવમાં મહિલા સંમેલન
  •  મોરબી મંદિર શિલાન્યાસ મહોત્સવમાં મહિલા સંમેલન
    મોરબી મંદિર શિલાન્યાસ મહોત્સવમાં મહિલા સંમેલન

5000થી વધુ મહિલાઓ સંમેલનમાં જોડાયા: હરિકૃષ્ણ મહારાજની રજતતુલા કરાઇ
રાજકોટ તા. 14
મોરબી મંદિર શિલાન્યાસ મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં બી.એ.પી.એસ. સંસ્થાની બાલિકા, કિશોરી અને મહિલા પ્રવૃત્તિ દ્વારા સંયુક્ત રીતે મહિલા સંમેલન યોજાયેલું જેમાં મોરબી, રાજકોટ, ગોંડલ અને મોરબીની આસપાસના ગામડાઓમાંથી કુલ 5000થી અધિક મહિલા ભક્તો-ભાવિકોએ લાભ 
લીધો હતો.
આ કાર્યક્રમમાં બહેનો દ્વારા નૃત્યો, સંવાદ તથા રાસ વગેરે રજૂ થયેલ જેમાં કલા અને સંગીત સાથે ભક્તિનો અનેરો સંગમ હતો. સમગ્ર કાર્યક્રમની પ્રસ્તુતિ કુલ 111 બહેનોએ કરી હતી જેઓ છેલ્લા એક મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી રહ્યા હતા.
વિરાટ મહિલા સંમેલનમાં ડોકટરો, શિક્ષિકાઓ, પ્રિન્સીપાલો, સામાજિક સંસ્થાના અગ્રણીઓ તેમજ વિવિધ ક્ષેત્રોનાઅગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે અમૃતાબેન મોહનભાઈ કુંડારીયા, કાંતાબેન જગદીશભાઈ વરમોરા, ભાવનાબેન હરેશભાઈ વરમોરા તથા મહિલા સત્સંગ મંડળ રાજકોટથી ક્રિષ્નાબેન રામોલીયા, ગોંડલથી રમાબેન માથુકીયા તેમજ ભાવનાબેન મીરાણી, ધર્મિષ્ઠાબેન કડીવાર ઉપસ્થિત રહ્યા હતા. 
કાર્યક્રમમાં મોરબી ક્ષેત્રના છેલ્લા 30 વર્ષથી સેવારત સંયોજક ઉર્મિલાબેન આશરે બહેનોને બી.એ.પી.એસ. સંસ્થાની પ્રવૃત્તિ દ્વારા સામાજીક ચેતના કઈ રીતે પ્રગટાવવામાં આવે છે તેની પ્રેરક વાત કરી હતી. સંસ્કાર અને સંપનું મહત્વ વર્ણવી તેમણે બહેનોને કૌટુંબિક જીવનમાં સંવાદિતા જાળવવા પર ખાસ ભાર મૂકી જણાવ્યું હતું કે બાળકોને બાલ્યાવસ્થાથી જ સંસ્કાર પર ભાર મુકવો. કાર્યક્રમના અંતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજની રજતતુલા સંપન્ન થઇ હતી જેમાં બહેનોનો ભારે ઉત્સાહ નજરે પડતો હતો. આ પ્રસંગે તાજેતરમાં સારંગપુર ખાતે યોજાયેલ અખિલ ભારતીય અધિવેશનમાં વિજેતા થયેલ મોરબીની ત્રણેય યુવતીઓનું સન્માન કરવામાં આવેલ તથા મોરબીમાંથી સંત દીક્ષા પ્રાપ્ત કરેલ ત્રણ સંતોના માતુશ્રી રેવાબેન અમૃતભાઈ પટેલ, રમાબેન નારણભાઈ અઘારા અને મધુબેન ઓઘવજીભાઈ ભીમાણીનું સન્માન કરાયું હતું. આમ સમગ્ર કાર્યક્રમ મહિલા અગ્રેસરો અને કાર્યકરોની જહેમતથી ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવાઈ ગયો. 
દરરોજ યોજાતી સાયં સભામાં સદગુરુવર્ય પૂજ્ય વિવેકસાગર સ્વામીએ પારાયણ કથાવાર્તાનો લાભ આપેલો જયારેહાસ્યસંગત કાર્યક્રમમાં વિખ્યાત લોકપ્રિય હાસ્યકલાકાર શ્રી ભાગ્યેશભાઈ વારાએ ઉપસ્થિત સહુ ભક્તોનેહાસ્યમાં તરબોળ કાર્ય હતા. 
આજથી લઈને રવિવાર સુધી વહેલી સવારે 5:15 થી 7:30 દરમ્યાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાત: પૂજાનો લાભ પ્રાપ્ત થશે. જયારે સાંજે 7 થી 9:30 દરમ્યાન સંસ્કૃતિક કાર્યક્રમ નબનીએ મંદિર ઉમંગે અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો લાભ પ્રાપ્ત થશે. મોરબીની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા મોરબી મંડળ તરફથી ખાસ અનુરોધ કરાયો છે.