જસદણમાંથી પ્રોહીબિશનના ગુનામાં હદપાર કરેલો શખ્સ ઝડપાયો

  • જસદણમાંથી પ્રોહીબિશનના ગુનામાં હદપાર કરેલો શખ્સ ઝડપાયો
    જસદણમાંથી પ્રોહીબિશનના ગુનામાં હદપાર કરેલો શખ્સ ઝડપાયો

રાજકોટ તા. 14
જસદણમાં પ્રોહિબિશનના ગુનામાં હદપાર કરેલા અને દારૂના બે ગુનામાં વોન્ટેડ શખ્સને રૂરલ એલસીબીએ બાતમીના આધારે ઝડપી પાડી જસદણ પોલીસ હવાલે કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ જસદણમાં રહેતા મહેશ વિઠલ પટેલને પ્રોહિબિશનના ગુનામાં તડીપાર કરેલ હોય અને જસદણના દારૂના બે ગુનામાં વોન્ટેડ હોય અને હદપાર કરેલ હોવા છતાં જસદણમાં હોવાની બાતમીના આધારે રૂરલ એલસીબી પી.આઇ એમ.એન. રાણા તથા પીએસઆઇ એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રભાત બાલાસરા, ભોજાભાઇ રબારી, રહીમ દલ અને હિતેશ અગ્રાવત સહિતના સ્ટાફે વોરંટના આધારે આરોપીની ધરપકડ કરી જસદણ પોલીસ સ્ટેશનને સોપી દીધો છે.