ક્રિકેટરે નહીં પણ કેમેરામેને પકડ્યો છે World Cupનો સૌથી શાનદાર કેચ

  •  ક્રિકેટરે નહીં પણ કેમેરામેને પકડ્યો છે World Cupનો સૌથી શાનદાર કેચ
    ક્રિકેટરે નહીં પણ કેમેરામેને પકડ્યો છે World Cupનો સૌથી શાનદાર કેચ

નવી દિલ્હી : ક્રિકેટમાં બેટિંગ અને બોલિંગ જેટલું જ મહત્વ ફિલ્ડિંગનું છે. અનેક ક્રિકેટરોએ શ્રેષ્ઠ ફિલ્ડર તરીકે ઓળખ મેળવી છે. 1983ની વિશ્વકપની ફાઇનલમાં કપિલ દેવે પકડેલો વિવિયન રિચર્ડસનો કેચ આજે પણ લોકો યાદ કરે છે. ઇંગ્લેન્ડના વેલ્સમાં હાલમાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં પણ એવા કેટલાક કેચ કરવામાં આવ્યા છે જે વખાણને લાયક છે.  હાલમાં વર્લ્ડકપની વાત કરવામાં આવે તો બેન સ્ટોક્સ, રવિન્દ્ર જાડેજા તેમજ કોટ્રેલે બાઉન્ડ્રી પર કેટલાક શ્રેષ્ઠ કેચ કર્યા છે. જોકે આ વખતે વર્લ્ડકપમાં માત્ર ક્રિકેટરોએ કેચ નથી કર્યા પણ દર્શકોએ પણ સારામાં સારા કેચ કર્યા છે. આઇસીસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર 1.54 સેકંડનો એક વીડિયો શેયર કર્યો છે જેમાં આવા કેચ દેખાડવામાં આવ્યા છે.