SCO Summit : પીએમ મોદી માટે ડિનરમાં કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિએ બનાવી આ 'સ્પેશિયલ વેજ ડિશ'

  • SCO Summit : પીએમ મોદી માટે ડિનરમાં કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિએ બનાવી આ 'સ્પેશિયલ વેજ ડિશ'
    SCO Summit : પીએમ મોદી માટે ડિનરમાં કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિએ બનાવી આ 'સ્પેશિયલ વેજ ડિશ'

કિર્ગીસ્તાનની રાજધાનીમાં ચાલી રહેલા શંઘાઈ સહયોગ સંગઠન(SCO) શિખર પરિષદમાં ભાગ લેનારા નેતાઓ માટે ગુરૂવારે દેશના રાષ્ટ્રપતિ સોરેનબે જેનેબકોવ દ્વારા એક ભવ્ય કિર્ગીઝ રાત્રિભોજનું આયોજન કરાયું હતું. આ દરમિયાન તમામ દેશોના નેતાઓએ આ ભવ્ય ભોજનની પ્રશંસા કરી હતી. 

ખાસ વાત એ છે કે, આ ભોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક વિશેષ શાકાહારી ભોજન તૈયાર કરાયું હતું. ભોજનમાં વેજિટેબલ સલાડ, વેજ પુલાવ અને વિશેષ પાઈની એક મિઠાઈ બનાવાઈ હતી. અન્ય નેતાઓ માટે બનેલા વ્યંજનોમાં સૂપ સોર્પોથી માંડીને મીટ સહિત સ્પેશિયલ કિર્ગીઝ શૈલીનો પુલાવ પણ બનાવાયો હતો. 

SCO સંમેલનમાં ભાગ લેવા આવેલા તમામ નેતાઓએ 45 મિનિટના આ રાત્રીભોજમાં સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ લીધો હતો. પ્રારંભમાં 6 કોર્સ ભોજનની યોજના બનાવાઈ હતી, પરંતુ સમયના અભાવના કારણે તેને ઘટાડી દેવાઈ હતી.