હડતાળી ડોક્ટર્સે હડતાળ સમેટવા માટેની 6 શરત, મમતાની બિનશરતી માફીની પણ માંગ

  • હડતાળી ડોક્ટર્સે હડતાળ સમેટવા માટેની 6 શરત, મમતાની બિનશરતી માફીની પણ માંગ
    હડતાળી ડોક્ટર્સે હડતાળ સમેટવા માટેની 6 શરત, મમતાની બિનશરતી માફીની પણ માંગ

કોલકાતા : નારાજ થયેલા ડોક્ટર્સે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બિન શરતી માફીની માંગ કરી છે. હડતાળ પર રહેલા ડોક્ટર્સે કામ પર પરત ફરવા માટેની 6 શરતો મુકી છે, જેમાં મમતા બેનર્જીની માફીનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં 4 દિવસથી હડતાળ પર રહેલા ડોક્ટર્સે કહ્યું કે, અમે સીએમ મમતા બેનર્જી સાથે તેમના કાલે (ગુરૂવાર) ભાષણ માટે બિન શરતી માફીની માંગ કરીએ છીએ. બીજી તરફ ઇન્ડિયન મેડિકલ કોલેજે પણ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ડોક્ટર્સની સુરક્ષા માટે કાયદો બનાવવાની માંગ કરી છે. 


જુનિયર ડોક્ટર્સનાં એક ફોરમમાં પ્રવક્તા ડોક્ટર અરિંદમ દત્તાએ કહ્યું કે, જે પ્રકારે કાલે સીએમએ ડોક્ટર્સની વાત કરી, સામાન્ય રીતે કરવી જોઇતી ન હતી. મમતા બેનર્જીએ પોતાનાં ભાષણમાં બહારના લોકોનો ઉલ્લેખ કરીને ભાજપ અને સીપીઆઇ પર આ મુદ્દાને ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો.