રેપના આરોપી બસપા સાંસદ અતુલ રાયના ઘરે ધરપકડ માટે દરોડા

  • રેપના આરોપી બસપા સાંસદ અતુલ રાયના ઘરે ધરપકડ માટે દરોડા
    રેપના આરોપી બસપા સાંસદ અતુલ રાયના ઘરે ધરપકડ માટે દરોડા

વારાણસી : ઉત્તરપ્રદેશની ઘોસી લોકસભા સીટથી બહુજન સમાજ પાર્ટી (બસપા)ના નવનિર્વાચિત સાંસદ અતુલ રાયે કોર્ટમાં હાજર નહી રહેતા તેના ઘરે ધરપકડ કરવા માટે દરોડો પાડ્યો હતો. તેમના પર એક મહિલાની ફરિયાદના આધારે વારાણસીના લંકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ દાખલ કરવામાં 

પોતાની સહપાથી વિદ્યાર્થીની સાથે જ દુષ્કર્મના આરોપમાં ફરાર અતુલ રાયે સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન લેવાનો પ્રયાસ કર્યો હતો. લોકસભા ચૂંટણીમાં ભાજપના સાંસદને પરાજીત કરનારા અતુલ રાય સમર્પણ કરવાનાં પ્રયાસમાં છે, પરંતુ તેનું શોધખોળ અભિયાનમાં લાગેલ પોલીસે વારાણસીમાં તેના આવાસ પર નોટિસ ચિપકાવી છે.