નોકરીયાતોને મળી શકે છે ખુશખબરી, આવકવેરા મુક્તિ મર્યાદા થઇ શકે છે 5 લાખ

  • નોકરીયાતોને મળી શકે છે ખુશખબરી, આવકવેરા મુક્તિ મર્યાદા થઇ શકે છે 5 લાખ
    નોકરીયાતોને મળી શકે છે ખુશખબરી, આવકવેરા મુક્તિ મર્યાદા થઇ શકે છે 5 લાખ

નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળમાં સરકાર નોકરીયાતોને મોટી ખુશખબરી આપવા જઇ રહી છે. 5 જુલાઇએ આગામી બજેટમાં નોકરીયાતો માટે મોટા એલાનની સંભાવના છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવકવેરા મુક્તિ મર્યાદાને વધારી શકાય છે. નાણા મંત્રાલયના સૂત્રોના અનુસાર ઇનકમ ટેક્સની છૂટની સીમાને વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. ગત નાણાકીય વર્ષ સુધી ઇનકમ ટેક્સ સીમા 2.5 લાખ રૂપિયા હતી. ચૂંટણી પહેલાં રજૂ કરવામાં આવેલા બજેટમાં સરકારે બજેટમાં ટેક્સપેયર્સને થોડી વધુ રાહતની સીમા વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી.  શું છે નવો પ્લાન

સૂત્રોના અનુસાર, હવે ઇનકમ ટેક્સ છૂટની સીમાને સીધી 5 લાખ રૂપિયા કરવાની તૈયારી છે. એટલે કે આ વખતે બજેટમાં ઇનકમ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવી શકે છે. જોકે ગત બજેટમાં પણ 5 લાખની આવકને ટેક્સ મુક્ત કરવામાં આવી હતી. પરંતુ તે રિબેટ સાથે છૂટ આપવામાં આવી હતી. હવે સીધી 5 લાખ સુધી ઇનકમ ટેક્સ છૂટ આપવા પર વિચાર ચાલી રહ્યો છે. જો આમ થયું તો ટેક્સપેયર્સને મોટી રાહત મળી શકે છે.