ભારત-પાકની મેચ પર વરસાદનું સંકટ, છતાં રિસેલમાં ટિકિટની કિંમત 4 લાખથી વધુ

  • ભારત-પાકની મેચ પર વરસાદનું સંકટ, છતાં રિસેલમાં ટિકિટની કિંમત 4 લાખથી વધુ
    ભારત-પાકની મેચ પર વરસાદનું સંકટ, છતાં રિસેલમાં ટિકિટની કિંમત 4 લાખથી વધુ

વર્લ્ડકપમાં 16 જૂને ભારતનો મૂકાબલો પાકિસ્તાન સાથે થશે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં થનારી આ મેચ દરમિયાન વરસાદ થાય તેવી શકયતા છે. આમ છતાં દર્શકો ભારે કિંમત ચૂકવીને ટિકિટ ખરીદી રહ્યાં છે. આ મેચની ટિકિટ થોડી જ વારમાં વેચાઈ ગઈ હતી. જે લોકોએ ટિકિટ ખરીદી હતી, તે લોકો હવે વિયોગો વેબસાઈટ પર તેનું ફરી વેચાણ કરીને મોટા પ્રમાણમાં કમાણી કરી રહ્યાં છે. શુક્રવારે ગોલ્ડ લેવલની ટિકિટ લગભગ 4.20 લાખ રૂપિયા(6 હજાર ડોલર) કિમતમાં વેચાઈ છે. 

રીસેલ વેલ્યુ વાસ્તવિક કિંમતથી વધુ હોઈ શકે છે

વિયોગો એક એવી વેબસાઈટ છે, જેની પર કોઈ પણ ટિકિટને મનમાની કિંમત પર વેચી શકાય છે. શુક્રવાર સુધી વેબસાઈટ પર 58 ગોલ્ડ અને 51 પ્લેટિનમ કેટેગરીની ટિકિટ ઉપલબ્ધ હતી. જોકે વેબસાઈટે એ જણાવ્યું નથી કે તેણે આ ટિકિટ કેટલામાં ખરીદી હતી. જોકે રિસેલ કરવામાં આવેલી ટિકિટની કિંમત તેણે જણાવી છે.
વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, બ્રોન્ઝ અને સિલ્વર કેટેગરીની ટિકિટ તેણે હવે સંપૂર્ણ રીતે વેચી દીધી છે. આઈસીસી દ્વારા નિર્ધારિત સૌથી મોંઘી પ્લેટિનમ ટિકિટની કિંમત 300 ડોલર(લગભગ 21 હજાર રૂપિયા) હતી. હવે આ જ ટિકિટ વિયોગો પર લાખોની કિંમતમાં વેચાઈ રહી છે.