વોર્નરે ભીડમાં બેઠેલા બાળકને પોતાની મેન ઓફ ધ મેચની ટ્રોફી આપી, સોશિયલ મીડિયામાં વખાણ થયા

  •  વોર્નરે ભીડમાં બેઠેલા બાળકને પોતાની મેન ઓફ ધ મેચની ટ્રોફી આપી, સોશિયલ મીડિયામાં વખાણ થયા
    વોર્નરે ભીડમાં બેઠેલા બાળકને પોતાની મેન ઓફ ધ મેચની ટ્રોફી આપી, સોશિયલ મીડિયામાં વખાણ થયા

 ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વોર્નરના આ પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. જોકે એવોર્ડ લીધા પછી તેને દર્શકોમાં બેઠેલા એક નાનકડા ફેનને ટ્રોફી ગિફ્ટ કરી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ અંગે દુનિયાભરના ક્રિકેટફેન્સ વોર્નરના વખાણ કરી રહ્યા છે. એવોર્ડ મેળવનાર બાળકે કહ્યું કે, અમે માત્ર ઓસ્ટ્રેલિયાનો ધ્વજ લહેરાવી રહ્યા હતા. ત્યારે વોર્નર અમારી પાસે આવ્યો અને પોતાનો મેન ઓફ ધ મેચનો એવોર્ડ અમને આપી દીધો. બાળકના પિતાએ કહ્યું કે ભીડમાં પાકિસ્તાનના ફેન્સ વધુ હતા પરંતુ મેચ ઘણી શાંતિથી થયો હતો. સ્ટાર્કે વિકેટ લીધી તે પછી ભીડે બહુ ધમાલ કરી હતી અને અમે જીતથી ઘણા ખુશ છીએ