દિલ્હી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, પીસી ચાકોનાં રાજીનામાની ઉઠી માંગ

  • દિલ્હી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, પીસી ચાકોનાં રાજીનામાની ઉઠી માંગ
    દિલ્હી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, પીસી ચાકોનાં રાજીનામાની ઉઠી માંગ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ દિલ્હી કોંગ્રેસનાં નેતાઓનું એક મોટુ જુથ પાર્ટીનાં દિલ્હી પ્રભારી પીસી ચાકોનાં વિરોધમાં સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે અને તેમને હટાવવા માટેની માંગ કરી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા ગઠબંધન મુદ્દે કોંગ્રેસની આમ આદમી પાર્ટી (આપ) સાથે લાંબી વાતચીત થઇ હતી, જો કે બંન્ને વચ્ચે તાલમેલ બેસી શક્યો નહોતો.  ચાકો આ વાતચીત દરમિયાન કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા હતા. સામાન્ય રીતે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ શીલા દીક્ષિત અને રાજ્ય એકમનાં કેટલાક અન્ય વરિષ્ઠ નેતા આપની સાથે ગઠબંધનનો વિરોધ કરી રહ્યા હતા.