મેડિકલ પ્રવેશ પ્રક્રિયા સરકારે સરળ બનાવી, ડોમિસાઇલ સર્ટિફિકેટની હવે જરૂર નથી : નીતિન પટેલ

  • મેડિકલ પ્રવેશ પ્રક્રિયા સરકારે સરળ બનાવી, ડોમિસાઇલ સર્ટિફિકેટની હવે જરૂર નથી : નીતિન પટેલ
    મેડિકલ પ્રવેશ પ્રક્રિયા સરકારે સરળ બનાવી, ડોમિસાઇલ સર્ટિફિકેટની હવે જરૂર નથી : નીતિન પટેલ

ગાંધીનગર: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને જાણકારી આપવામાં આવી કે, રાજ્યમાં એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયામાં મોટી સરળતા કરી છે. ડોમિસાઈલમાં ગુજરાતની મેડિકલ કોલેજોમાં પ્રવેશ પાત્ર કરીએ છીએ. મહત્વનું છે, નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ગુજરાતમાં જન્મેલા અને ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઇલ સર્ટીની વિનાજ મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે. 

સાથે જ નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં ડોમીસાઈલ લેવાની પ્રક્રિયામાં સરળતા કરવામાં આવી જે વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાતમાં હોય અને જે વિદ્યાર્થીઓને 10મું ધોરણ અને 12મું ધોરણ ગુજરાતમાં પાસ કર્યું હોય. અને ગુજરાતના પાંચ માન્ય બોર્ડ હોય તેને આ વર્ષથી ડોમીસાઈલ સર્ટીફીકેટ રજુ નહીં કરવાની છૂટ આપવામાં આવે છે.

ગુજરાતમાં જન્મેલા અને ધોરણ 10 અને 12 ગુજરાતના કરેલા વિદ્યાર્થીઓએ ડોમીસાઈલ સર્ટીફીકેટ રજુ નહિ કરવાની છૂટ આપવામાં આવી છે. દસ હજાર વિદ્યાર્થીઓને ડોમીસાઈલ લેવામાં સરળતા કરી આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને જન્મ ગુજરાત બહાર જન્મ થયો હોય અને ગુજરાતમાં ધોરણ 10 અને 12માં પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓને એડમિશન ફાર્મ દરમિયાન ડોમીસાઇલ સર્ટી આપવું પડશે.

દીવ દાદરા નગર હવેલી તે વિદ્યાર્થીઓ ગુજરાતની બોર્ડની પરીક્ષા આપતા હતા. અને તે વિદ્યાર્થીઓને ગુજરાતની મેડિકલ કોલેજમાં પ્રવેશ આપતા હતા. આ વખતે સિલવાસા ખાતે 150 વિદ્યાર્થીઓની મંજૂરી આપવામાં આવી છે. દાદરા નગર હવેલીની નવી મેડિકલ કોલેજ કેન્દ્ર સરકારે મંજુર કરી છે. તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 10 સીટનો કોટા રીઝર્વ કરવામાં આવ્યો છે.