હૈદરાબાદના યુવકે નાના ભાઈને ખોઈ દીધા બાદ આત્મહત્યા કરવા આવતા 107 લોકોને ડૂબતા બચાવીને નવજીવન આપ્યું

  • હૈદરાબાદના યુવકે નાના ભાઈને ખોઈ દીધા બાદ આત્મહત્યા કરવા આવતા 107 લોકોને ડૂબતા બચાવીને નવજીવન આપ્યું
    હૈદરાબાદના યુવકે નાના ભાઈને ખોઈ દીધા બાદ આત્મહત્યા કરવા આવતા 107 લોકોને ડૂબતા બચાવીને નવજીવન આપ્યું

 ઘણીવાર જિંદગીમાં એવા કિસ્સા બની જતા હોય છે જે, આપણને જીવવા માટેનો કોઈ લક્ષ્ય આપી જાય છે. આંધ્રપ્રદેશના હૈદરાબાદ શહેરનો રહેવાસી શિવની સ્ટોરી પણ આ વાક્યને મળતી આવે છે. માત્ર 12 વર્ષની ઉંમરમાં શિવના નાના ભાઈનું તળાવમાં ડૂબી જવાને લીધે મૃત્યુ થયું હતું. તે દિવસથી આજદિન સુધી શિવે પાણીમાં કૂદીને આત્મહત્યા કરવા માટે આવતાં 107 લોકો બચાવી ચૂક્યો છે. સ્થાનિકો માટે બન્યો લાઇફગાર્ડ
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત દરમિયાન શિવે કહ્યું કે, મારા નિઃસ્વાર્થ સોશિયલ વર્કને લીધે લોકો મારા વખાણ કરે છે. મારો નાનો ભાઈ મહેન્દ્ર મારા દિલની ઘણો નજીક હતો. 12 વર્ષની ઉંમરે મેં પોતાના હાથથી નાના ભાઈનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. આટલી નાની ઉંમરમાં ભાઈને ખોઈ દેવાનું દુઃખ મારાથી સહન નહોતું થયું, પણ તે દિવસથી મેં નક્કી કર્યું કે, હું જીવીશ ત્યાં સુધી ડૂબતા લોકોને બચાવી લઈશ. ભાઈના મોતે શિવને જીવનમાં એક મિશન સોંપી દીધું. આજની તારીખમાં પણ શિવ લાઇફગાર્ડ બનીને બંડ તળાવની નજીક રહે છે.