પાટણ ભાઈ અને ભત્રીજીની હત્યા અંગે કોર્ટ રૂબરૂ નિવેદન આપવાની કિન્નરી પટેલ ના ભણી દીધી

  • પાટણ  ભાઈ અને ભત્રીજીની હત્યા અંગે કોર્ટ રૂબરૂ નિવેદન આપવાની કિન્નરી પટેલ ના ભણી દીધી
    પાટણ ભાઈ અને ભત્રીજીની હત્યા અંગે કોર્ટ રૂબરૂ નિવેદન આપવાની કિન્નરી પટેલ ના ભણી દીધી

પાટણ: ચકચારી ભાઈ ભત્રીજી હત્યાકેસમાં સંડોવાયેલી ડેન્ટિસ્ટ કિન્નરી નરેન્દ્રભાઈ પટેલના સાત દિવસના રિમાન્ડ પૂરા થતાં ગુરુવારે કોર્ટમાં રજૂ કરાયા બાદ એને સુજનીપુર ખાતેની સબજેલમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી હતી. દરમિયાન પોલીસ તપાસ દરમિયાન બેબાક જણાયેલી કિન્નરી પટેલે કોર્ટમાં સી.આર.પી.સી.કલમ ૧૬૪ મુજબનું નિવેદન આપવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. જ્યારે ટ્રાયલ કેસ ચલાવવાની સત્તા સેશન્સ કોર્ટને હોવાથી તેની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.
આરોપી કિન્નરી પટેલને સાંજે પાંચ વાગ્યે પાટણના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ટી. જે. પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી હતી ,જોકે પોલીસે એની તપાસ પૂરી થઈ હોવાથી વધારે રિમાન્ડ માંગ્યા ન હતા. લીગલ સેલમાંથી એડવોકેટ કે.એમ.પરમાર કિન્નરી વતી હાજર હતા. પોલીસે ભાઈ અને ભત્રીજીની હત્યાના આરોપ અંગે કિન્નરીનું કોર્ટમાં કલમ ૧૬૪ મુજબનું નિવેદન લેવા માટે અરજી આપી હતી જે અંગે જજે કિન્નરી પટેલને તમે નિવેદન આપવા માટે સ્વેચ્છાએ તૈયાર છો. કેમકે તમને કોઈ ફોર્સ ન કરી શકે તેવું પૂછ્યું હતું જેમાં કિન્નરીએ થોડુંક વિચારીને નકારમાં માથું હલાવી નિવેદન આપવાની ના કહી હતી. તેની અનિચ્છા પછી અદાલતે નિવેદન માટેની અરજી રદ કરી હતી. જ્યારે તેણીએ તેના વકીલ મારફતે જામીન અરજી મૂકી હતી જે સેશન્સ કોર્ટની હકૂમતમાં હોવાથી ચીફ કોર્ટે નામંજૂર કરી હતી તેમ સરકારી વકીલ ડી.જે. ઠાકોરે કહ્યું હતું.
કિન્નરીને કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટ દ્વારા પરિવાર વતી કોઈ હાજર છે કે કેમ એવું પૂછતા પિતરાઇ ભાઇ ઉભો થયો હતો. તેને તમે કિન્નરી માટે કોઈ વકીલ કર્યો છે કે કેમ એવું પૂછતા તેણે ના કહી હતી. આ સમયે તેના બનેવી ડો. અશ્વિન પટેલ પણ કોર્ટરૂમમાં હાજર હતા. વકીલ રોક્યા ન હોવાનું કહેતાં કિન્નરી વ્યગ્ર નજરે વારંવાર તેમની સામે જોયા કરતી હતી. તેના વકીલ તેને કાગળમાં કઈક વાંચી સંભળાવતા હતા ત્યારે તે નિરાશ હતી.
સંબંધોનું ખૂન...