હાથ ન મિલાવી અપમાન કર્યા બાદ આતંકવાદ મુદ્દે પણ PM મોદીએ પાક.ની ઝાટકણી કાઢી

  • હાથ ન મિલાવી અપમાન કર્યા બાદ આતંકવાદ મુદ્દે પણ PM મોદીએ પાક.ની ઝાટકણી કાઢી
    હાથ ન મિલાવી અપમાન કર્યા બાદ આતંકવાદ મુદ્દે પણ PM મોદીએ પાક.ની ઝાટકણી કાઢી

બિશ્કેક : શંઘાઇ સહયોગ સંગઠનનાં સમિટમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન સાથે હાથ પણ નહી મિલાવ્યા બાદ વડાપ્રધાન મોદીએ આતંકવાદ મુદ્દે પણ પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે સભ્ય દેશોને આતંકવાદને સમર્થન આપનારા રાષ્ટ્રો વિરુદ્ધ એક થવાનું આહ્વાન કર્યું. સ્પષ્ટ છે કે આતંકવાદનું સમર્થન કરનાર રાષ્ટ્રોની વાત કરીને મોદીએ અપ્રત્યક્ષ રીતે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, આતંકવાદને સમર્થન, પ્રોત્સાહન અને આર્થિક મદદ આપનારા રાષ્ટ્રોને જવાબદાર ઠેરવવા જરૂરી છે. એસસીઓ સભ્યોને આતંકવાદનાં સફાયા માટે એક સાથે આવીને કામ કરવું જોઇએ. 

રોકાણ વધારવા માટે ત્રણ કેટેલિસ્ટ
ભારત કિર્ગિસ્તાન બિઝનેસ ફોરમમાં બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારા વિચારમાં વ્યાપાર અને રોકાણને વધારવા માટે ત્રણ કેટેલિસ્ટ છે. યોગ્ય વાતાવરણ, કનેક્ટિવિટી અને બિઝનેસ ટુ બિઝનેસ આદાન પ્રદાન. હાલમાં અમારુ દ્વીપક્ષીય વ્યાપાર અને આર્થિક ભાગીદારીની શક્યતા ખુબ જ ઓછી છે. માટે બિઝનેસ ફોરમની આ પહેલી ખુબ જ યોગ્ય સમયે કરવામાં આવી રહી છે.